આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ગિરીશ જોશી

દેશના સૌથી મોટા ઊંઝા ગંજબજારની ચૂંટણી પ્રક્રિયામાં બીજીવારની મતદારયાદીથી ખળભળાટ મચી ગયો છે. ગંજબજારના ઇતિહાસમાં સૌપ્રથમવાર એકસાથે 948 મતદારો ડિલીટ કરતાં ગૌરાંગ પટેલને ફટકો પડ્યો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણકાકાને ગંજબજારથી દૂર કરવા કોઈ મથી રહ્યાનું સામે આવ્યું છે.

ઊંઝા ગંજબજારની સત્તા છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણકાકા અને તેમના પરિવાર પાસે છે. વહીવટમાં પારદર્શિતાને પગલે ભંડોળમાં વધારો થયો તે હકીકત છે. જોકે કોઇ કારણસર હાલની ચૂંટણી પ્રક્રિયામાં તબક્કાવાર ગૌરાંગ પટેલને ફટકો પડી રહ્યો છે.

પ્રથમ મતદારયાદી બાદ સ્થાનિક આગેવાનોએ 50 વાંધા અરજી રજૂ કરી હતી. જેથી બીજી મતદારયાદીમાં ખેડૂત વિભાગની કુલ 41 માંથી 21 મંડળી ડિલીટ કરી દેવામાં આવી છે. કુલ 694 માથી 381 મતદારોનાં નામ કમી કરવામાં આવ્યા છે. આ સાથે સહકારી ખરીદ-વેચાણ વિભાગની કુલ ત્રણ મંડળીના 38 મતદારો પણ ડીલીટ કરવામાં આવ્યા છે. જ્યારે વેપારી વિભાગના 2160 માંથી 529 મતદારો ડિલીટ કરી દેતાં પંથકમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે.

સુત્રોએ જણાવ્યું હતું કે ડીલીટ થયેલા કુલ 948 મતદારો ચેરમેન ગૌરાંગ પટેલના સમર્થકો હોવાને પગલે ચકચાર મચી ગઇ છે. આનાથી નારણકાકા અને ગૌરાંગ પટેલને સત્તાથી દૂર કરવા કોઈ મોટું માથું કામ કરી રહ્યાનું માનવામાં આવી રહ્યું છે.

મહેસાણા જિલ્લા રજિસ્ટ્રાર પ્રતિક ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, રદ્દ થયેલી મંડળી અને મતદારોની વિગતો તપાસ કરતાં ધિરાણ અને વ્યાપારમાં અનેક બાબતે ધારાધોરણોનો ભંગ જણાયો હોવાથી નિર્ણય લેવાયો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code