ચુંટણી@ઊંઝા: ભાજપના આશાબેન સામે કોંગ્રેસના કાન્તિ પટેલ રણ મેદાનમાં

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા લોકસભા સાથે ઊંઝા વિધાનસભાની પેટાચૂંટણીમાં ભારે ઉત્તેજના પ્રસરી ગઇ છે. ખેંચતાણની વચ્ચે ભાજપે આશાબેનને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે પીઢ આગેવાન કાન્તિ મૂળજી પટેલને ઉમેદવાર બનાવ્યા છે. નારણ પટેલ જૂથની તાકાત જોતાં આશાબેનને બીજીવાર વિધાનસભા પહોંચવા મુશ્કેલી પડી શકે છે. આશાબેનને ભાજપમાં આવકાર્યા ત્યારથી પાયાના કાર્યકરો ધમપછાડા કરી રહ્યા છે. જોકે
 
ચુંટણી@ઊંઝા: ભાજપના આશાબેન સામે કોંગ્રેસના કાન્તિ પટેલ રણ મેદાનમાં

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા લોકસભા સાથે ઊંઝા વિધાનસભાની પેટાચૂંટણીમાં ભારે ઉત્તેજના પ્રસરી ગઇ છે. ખેંચતાણની વચ્ચે ભાજપે આશાબેનને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે પીઢ આગેવાન કાન્તિ મૂળજી પટેલને ઉમેદવાર બનાવ્યા છે. નારણ પટેલ જૂથની તાકાત જોતાં આશાબેનને બીજીવાર વિધાનસભા પહોંચવા મુશ્કેલી પડી શકે છે.

આશાબેનને ભાજપમાં આવકાર્યા ત્યારથી પાયાના કાર્યકરો ધમપછાડા કરી રહ્યા છે. જોકે શરતો મુજબ ભાજપે સ્થાનિક વિરોધ વચ્ચે ટિકીટ આપી છે. આ તરફ કોંગ્રેસના કા.મુ પટેલને નારણ પટેલ જૂથની નારાજગીનો સીધો લાભ મળે તેમ છે. આવી સ્થિતિમાં આશાબેનને ભાજપમાંથી ઊંઝા બેઠક જીતવી જાણે લોઢાના ચણા ચાવવા જેવું છે.

હાલમાં ઊંઝાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારનું રાજકારણ આશાબેનની ઉમેદવારીને કારણે ઉત્તેજિત બની ગયું છે. જોકે હવે નારણ પટેલ જૂથ પોતાની તાકાત બતાવવા ભાજપમાં રહી વિશેષ રણનીતિ તૈયાર કરી રહ્યું છે.