ઊંઝા: પેટા ચૂંટણીના ઉમેદવાર પસંદ કરવા ભાજપને માથાનો દુખાવો બન્યો

અટલ સમાચાર, મહેસાણા ઊંઝામાં ભાજપે શરૂ કરી રાજનીતિ હવે પોતાના માટે માથાનો દુખાવો બનતી જાય છે. પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય આશાબેન પટેલને ભાજપમાં જોડતા નવા સમીકરણો અને પ્રશ્નો ઉભા થયા છે. ઊંઝા ગંજબજારમાં અને ધારાસભામાં હવે નારણ પટેલ ચૂંટણી બાદબાકી થઇ હોવાનું ચિત્ર બનતા ભાજપમાં બે ભાગ પડી ગયા છે. આવી સ્થિતિમાં પેટા ચૂંટણીના ઉમેદવાર પસંદ
 
ઊંઝા: પેટા ચૂંટણીના ઉમેદવાર પસંદ કરવા ભાજપને માથાનો દુખાવો બન્યો

અટલ સમાચાર, મહેસાણા

ઊંઝામાં ભાજપે શરૂ કરી રાજનીતિ હવે પોતાના માટે માથાનો દુખાવો બનતી જાય છે. પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય આશાબેન પટેલને ભાજપમાં જોડતા નવા સમીકરણો અને પ્રશ્નો ઉભા થયા છે. ઊંઝા ગંજબજારમાં અને ધારાસભામાં હવે નારણ પટેલ ચૂંટણી બાદબાકી થઇ હોવાનું ચિત્ર બનતા ભાજપમાં બે ભાગ પડી ગયા છે. આવી સ્થિતિમાં પેટા ચૂંટણીના ઉમેદવાર પસંદ કરવાથી લઈ જીત મેળવવી આકરી બનવા જઈ રહી છે.

ઊંઝામાં નારણ પટેલ પીઢ ભાજપી આગેવાન છે. જોકે વધતી ઉંમરને પગલે ભાજપ ઊંઝા માટે નવા ચહેરાની શોધમાં હતો. નારણ પટેલના પુત્ર ગૌરાંગને રાજકીય વારસો આપવા ભાજપની આનાકાની હોવાનું સામે આવ્યું છે. ઊંઝા ગંજની ચૂંટણીમાં નારણ પટેલ જૂથની બાદબાકી કરવાનો કારસો અને પેટા ચૂંટણીમાં ઉમેદવારોની પેનલ વચ્ચે મામલો વધુ ગૂંચવાયો છે.

ઊંઝા વિધાનસભાની પેટાચૂંટણીમાં આશાબેન પટેલનું નામ ચર્ચામાં આવતા વિરોધી વાતાવરણ સામે આવી રહ્યું છે. આવી સ્થિતિમાં ઊંઝા ભાજપમાં બે ગૃપ ઊભરી આવતા પ્રદેશ મોવડી મંડળને માથું ખંજવાળવું પડે તેવી નોબત આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે આશાબેનને ભાજપમાં ખેંચી લાવ્યા બાદ પ્રદેશ નેતાઓ વિધાનસભાની કે લોકસભાની ટિકિટ આપશે  કે અન્ય હોદ્દો તેને લઇ ગરમાવો વધી રહ્યો છે. ભાજપને ઊંઝા વિધાનસભા અને ગંજમા એમ બંનેમાં સત્તા સાથે હુકમનો એક્કો રાખવો છે.