આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

ઊંઝા વિધાનસભામાં ઉમેદવાર પસંદગી લઇ ગંજબજારમાં થયેલ ઊથલપાથલને પગલે રાજકારણ ભયંકર રીતે ગરમાયું છે. વર્ષોથી ભાજપના વફાદાર કાર્યકર નારણ પટેલ જૂથને વિવિધ રીતે અસર થઈ છે. જેની સામે અનેકવાર રજૂઆતો અને લાગણીઓ ઠાલવી હતી. જોકે હવે પરિણામ આવ્યું છે કે નારણ પટેલને ભાજપમાં રહીને સંઘર્ષ કરવો પડે તેવી નોબત બની છે.

ઊંઝા ભાજપના પીઢ આગેવાન નારણ પટેલની ગત વિધાનસભા ચૂંટણીમાં આશાબેન સામે હાર થયા બાદ રાજકીય પડતીની શરૂઆત થઇ હતી. આ પછી ઊંઝા ગંજબજારની ચૂંટણી પ્રક્રિયામાં પણ કેટલીક મંડળીઓ રદ્દ કરવામાં આવી હતી. આ દરમિયાન આશાબેન પટેલ ભાજપમાં જોડાઈ જતા રાજકીય વળાંક આવ્યો હતો.

આ તમામ ગતિવિધિ વચ્ચે નારણ પટેલ જુથ દ્વારા સરકાર સુધી લાગણીઓ પહોંચાડવામાં આવી હતી. જોકે ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે આશાબેન પટેલને ઉમેદવાર બનાવતાં નારણ પટેલ જૂથનો અસ્ત થતો હોવાની લાગણી ઉભી થઇ છે.

આથી અંતિમ રજૂઆત કર્યા બાદ પાર્ટીમાં રહીને સંઘર્ષ કરવાની નોબત આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નારણ પટેલ અને ગૌરાંગ પટેલ ભાજપને વફાદાર રહી ભાજપમાં લડત આપે તેવું વાતાવરણ બન્યું છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code