આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

ઊંઝા ગંજબજાર સંલગ્ન વેપારી અને ધંધાર્થીઓને ત્યાં રેડ પડતાં પગ તળેથી જમીન ખસી ગઈ હોવાનો માહોલ બન્યો છે. સુપ્રિમ નામથી જાણીતા ઈસમે ઊંઝામાં મોટાપાયે કરચોરી થતી હોવાની રજૂઆત કર્યા બાદ દોડધામ મચી ગઇ છે. હકીકતે ઊંઝાના બે રાજકીય ગૃપ વચ્ચે ઠંડુયુધ્ધનાં પરિણામે સરકારી તિજોરીને આવક થઇ જશે.

ઊંઝામાં છેલ્લા ત્રણ મહિનાથી બે ગૃપ વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યું છે. અગાઉ બંને ગૃપ અલગ અલગ વિચારધારા ધરાવતા પરંતુ હમણાંથી એક વિચારધારામાં આવી ગયા છે. જોકે તેનાથી મનમેળ થવાને બદલે વધી ગયો છે. એકબીજાને પાડી દેવાની ફિરાક વચ્ચે સુપ્રિમ નામે જાણીતા ઈસમે કાળા કારોબારની રજૂઆત દીધી.

રજૂઆતને પગલે સ્ટેટ જીએસટી ટીમે વેપારીઓને ત્યાં સામટા દરોડા પાડતા બે ગૃપમાં ખુશી અને નારાજગીનું મોજું ફરી વળ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, બે ગૃપ વચ્ચેના યુધ્ધથી રાજ્ય સરકારને વેરા આવક મળી ગઈ છે. સૌથી મહત્વની વાત એ છે કે, બંને ગૃપને રાજ્ય સરકારના સત્તાધીશો સાથે સારા સંબંધો છે. આથી આગામી દિવસોમાં યુધ્ધની દિશા અને દશા બદલાઈ શકે છે.

 

 

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code