યુપી: લવ જેહાદના કાયદાને રાજ્યપાલ આનંદીબેને આજથી મંજૂરી આપી

અટલ સમાચાર, ડેસ્ક 24 ઓક્ટોબરે ઉત્તર પ્રદેશ કેબિનેટે લવ જેહાદ પર અધ્યાદેશને મંજૂરી આપી હતી. આ બાદ આને રાજ્યપાલની પાસે પારિત કરાવવા માટે મોકલવામાં આવ્યો હતો. રાજ્યપાલ આનંદીબહેન પટેલે આજે આ અધ્યાદેશને મંજૂરી આપી દીધી છે. અધ્યાદેશમાં જણાવ્યાનુંસાર છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવવા પર 10 વર્ષની સજા થશે, આ ઉપરાંત સહમતિથી ધર્મ પરિવર્તન માટે જિલ્લાધિકારીને 2 મહિના
 
યુપી: લવ જેહાદના કાયદાને રાજ્યપાલ આનંદીબેને આજથી મંજૂરી આપી

અટલ સમાચાર, ડેસ્ક

24 ઓક્ટોબરે ઉત્તર પ્રદેશ કેબિનેટે લવ જેહાદ પર અધ્યાદેશને મંજૂરી આપી હતી. આ બાદ આને રાજ્યપાલની પાસે પારિત કરાવવા માટે મોકલવામાં આવ્યો હતો. રાજ્યપાલ આનંદીબહેન પટેલે આજે આ અધ્યાદેશને મંજૂરી આપી દીધી છે. અધ્યાદેશમાં જણાવ્યાનુંસાર છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવવા પર 10 વર્ષની સજા થશે, આ ઉપરાંત સહમતિથી ધર્મ પરિવર્તન માટે જિલ્લાધિકારીને 2 મહિના પહેલા સૂચના આપવાની રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ પ્રપત્રનું ઉલંઘન કરનારને થશે ઓછામાં ઓછી 6 મહિનાની અને વધુંમાં વધુ 3 વર્ષની જેલની સજા. સાથે ઓછામાં ઓછી 10 હજાર રુપિયાનો દંડ પણ લગાવવામાં આવશે. ત્યારે અનેક ધાર્મિક પુજારી, મૌલવી વગેરે જો પોતાના પ્રપત્રનું ઉલંઘન કરશે તે તેમને ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધું 5 વર્ષની સજા થઈ શકે છે. ત્યારે ઓછામાં ઓછા 25 હજાર રુપિયાનો દંડ લગાવી શકાય છે.

ઉલ્લેખનીય છે ઉત્તર પ્રદેશ સરકારે એલાન કર્યું હતું કે અમે લવ જેહાદ પર નવો કાયદો બનાવીશું. જેથી લાલચ, દબાણ અને ધમકી અથવા ફસાવીને થતા લગ્નની ઘટનાઓને રોકી શકાય.