અપડેટ@અમદાવાદ: ખ્યાતિકાંડમાં ક્રાઈમ બ્રાન્ચે કર્યા મોટા ખુલાસા, 8 આરોપી, સરપંચને કેમ્પના નામે કમિશન
રાહુલ જૈન ઉદયપુરથી અને અન્ય આરોપીઓ ખેડાથી ઝડપાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ખ્યાતિ હોસ્પિટલકાંડ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ DCPએ પ્રેસ કોન્ફરન્સ યોજી તપાસની વિગતો આપતા જણાવ્યું કે, ''પંકીલ પટેલ, પ્રદીપ ભટ્ટ સહિત અત્યાર સુધીમાં 5 આરોપીની ધરપકડ કરી છે. ખ્યાતિ હોસ્પિટલની આવકની વાત કરીએ તો 70 ટકા આવક સરકારી યોજનાઓમાંથી કરવામાં આવતી હતી. ચિરાગ રાજપૂતએ એક ટીમ તેના અંડર રાખી હતી.જેમાં એક મિલિંદ પટેલ છે જેઓ પહેલા સાલ હોસ્પિટલમાં પણ નોકરી કરતા હતા.જેમને થોડા સમય અગાઉ શેર માર્કેટમાં નુકસાન જતા તેમની વિરૂદ્ધ પણ 138 મુજબ કેસ દાખલ થયેલો છે.
વધુમાં કહ્યું કે, ''યોજનાનું લાભ લેવા માટે પોર્ટલ પર બે ટાઈપની એન્ટ્રી કરવાની હોય છે એક હોય છે ઈમરજન્સી કેસ અને બીજી નોર્મલ ત્યારે આ લોકો બધા જ ઈમરજન્સી કેસમાં અપ્રુઅલ મળવી લેતા હતા''. ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિકાંડ કેસમાં 8 આરોપી જાહેર કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચ DCPએ વિગતો આપતા કહ્યું કે, ''આોપીઓ મોબાઈલ પર વાત કરતા નહોતા તેઓ વોટ્સએપ પર વાત કરતા હતા. એક દર્દીનું ઓપરેશનમાં મોત થયું હતું ત્યારે ચિરાગ રાજપૂતે રાહુલને ફોન કર્યો હતો.
વધુમાં કહ્યું કે, ચિરાગ રાજપૂતને ખ્યાતિનું માર્કેટીંગ અને બ્રાન્ડીંગનું કામ હતું તેમજ ડોકટરને OPD દર્દીઓને ખ્યાતિમાં મોકલવા માટે કહેતા હતા અને ડોક્ટરને કમિશન આપતા હતા. જેના ડેટા પણ મળ્યા છે અને અનેક ગામના સરપંચ તેમના સંપર્કમાં હતા તેમજ ગયા વર્ષ 11 કરોડનું ટર્નઓવર હતું, તો 3 દર્દીઓએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજીઓ આપી છે. જેમા રાહુલ જૈન ઉદયપુરથી અને અન્ય આરોપીઓ ખેડાથી ઝડપાયા છે.
DCP શરદ સિંઘલએ કહ્યું કે, ''રાહુલ જૈન ડાયરેક્ટરના સંપર્કમાં હતો અને આરોપીઓ ચાઈનીઝ અને રશિયાની એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા તેમજ ખેડાના ઉકેડીમાં પ્રતીક કાંતિ પટેલના ફાર્મ માંથી આરોપીઓ ઝડપાયા છે. આ આરોપીઓએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. આગોતરા જામીન મળે ત્યાં સુધી છુપાઈને રહેવા માંગતા જેમાં રાહુલ, મિલીદ, પ્રતીક અને પિંકલ સામેલ હતા. ગામના સરપંચને કેમ્પના નામે કમિશન આપવાની લાલચ આપીને દર્દીઓને ટાર્ગેટ કરતા હતા.