આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને પગલે આજે અમેરિકન એજન્સી અમદાવાદમાં ધામા નાંખી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી આશ્રમ પર કબજો જમાવશે. તો બીજી તરફ ટ્રમ્પની મુલાકાત પહેલા સ્ટેડિયમના અંદરની તસવીરો બહાર આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ટ્રમ્પની મુલાકાતને લઇ એકાદ બે દિવસમાં દિલ્હીથી એસપીજીની ટીમો પણ અમદાવાદ આવી પહોંચશે. અમદાવાદ પોલીસ સાથે સંકલન કરીને એજન્સી સુરક્ષા પ્લાનને આખરી ઓપ અપશે અને સુરક્ષામાં સહેજપણ કચાશ જણાશે તો તે અંગે સલાહ સુચનો આપશે. બીજી તરફ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ પણ ટ્રમ્પને આવકારવા માટે તૈયાર થઇ રહ્યું છે.

ટ્ર્મ્પ કાર્યક્રમ સમયે સુરક્ષાની વાત કરીએ તો, 15 હજાર પોલીસ ફોર્સ તૈનાત રખાશે. જેમાં 21 ટીપીએસ અધિકારીઓ ખડેપગે રહેશે. તો 500 પોલીસ અધિકારીઓ અને અમદાવાદની 5000 પોલીસ સુરક્ષામાં રાખવામાં આવશે. અમદાવાદ બહારથી પણ 10 હજાર પોલીસ જવાનો બોલાવવામાં આવશે. સ્ટેડિયમ અને આશ્રમને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. ઉપરાંત આશ્રમથી સ્ટેડિયમ સુધીના રૃટ પર પણ અસંખ્ય કેમેરા લગાવાયા છે.

ટ્રમ્પની સુરક્ષામાં તેમના પોતાના જ 100થી વધુ અંગરક્ષકો હશે. જે અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ હશે. અદ્યતન ઉપકરણોથી સજ્જ વાહનોમાં આ અંગરક્ષકો ટ્રમ્પની સાથે જ રહેશે. મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી આશ્રમમાં પણ આ અંગરક્ષકો ટ્રમ્પની સુરક્ષામાં તૈનાત રહેશે.

03 Jul 2020, 6:55 AM (GMT)

COVID-19 Global Stats

11,092,217 Total Cases
526,450 Death Cases
6,212,718 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code