અપડેટ@ડીસા: ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટનાને લઈ નેતાઓએ સરકાર પર કર્યા પ્રહાર

 
ઘટના
18 લોકોના મોત દુઃખદ ઘટનામાં થઈ ચૂક્યા છે.

​​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટનાને લઈ સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તંત્રની બેદરકારીનાં કારણે ઘટના બની હતી. તંત્રએ 12 માર્ચે તપાસ કરી હતી. સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ફટાકડા વેચવાનું લાયસન્સ ન હતુ.ફટાકડા બનતા હોવા છતાં તંત્ર ઊંઘમાં હતું. જાણ હોવા છતાં સરકારે કાર્યવાહી કરી નથી. માલિક અને અધિકારી મિલી ભગતને કારણે ઘટના બની છે. ડીસામાં અગ્રિકાંડ મામલે આરોપીના ભાઈની ધરપકડ કરવામાં આવી છે. ગોડાઉન માલિકના ભાઈની અટકાયત કરી છે. બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

અગ્રિકાંડમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે. બનાસકાંઠાનાં ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દુર્ઘટનાને લઈ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું હતું કે, ગોડાઉનમાં આગનાં કારણે 18 લોકોના મોત થયા છે. વારંવાર ગુજરાતમાં આવી ઘટના બને છે. સુરતનાં તક્ષશિલા કાંડથી શીખ ન લીધી હોવાનું શક્તિસિંહે જણાવ્યું હતું. પ્રજાની ચિંતા કરવી સરકારની જવાબદારી છે. બનાસકાંઠાના ડીસામાં નિર્દોષોએ જીવ ગુમાવ્યો છે. કોંગ્રેસ પક્ષ તરફથી શ્રદ્ધાંજલિ આપું છું. શ્રમિકોના મોત થયા, વળતર જીવનની કિંમત ન ચૂકવી શકે. ભવિષ્યમાં આવુ ન બને તે માટે સરકાર સતર્ક બને તેવી આશા છે. ડીસાની દુઃખદ ઘટનામાં મૃતકોના પીએમ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. મુખ્ય બે ડોક્ટરો સાથે મૃતકોના પીએમ માટે અન્ય 10 કર્મચારીઓ જોડાયા છે. 

સાંસદ ગેનીબેન ઠાકોરે આગની દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ તેઓએ જણાવ્યું હતું કે હું કાલે લોકસભામાં આ મુદ્દો ઉઠાવીશ અને સ્પીકરને મળીશ. ગુજરાતમાં એક પછી એક ઘટનાઓ ભ્રષ્ટ્રાચારને કારણે બની છે. સરકાર પાસેથી તપાસ અને વળતરની માંગ કરી છે. બે દિવસમાં સંસદ પૂરી થયા બાદ હું પીડીત પરિવારોને મળીસ. તેમજ વરિષ્ઠ અધિકારીઓની મિલીભગત અને બેદરકારીથી ઘટના બની છે. બનાસકાંઠાનાં કલેક્ટર મિહિર પટેલે નિવેદન આપ્યું હતું કે, ફટાકડાનું કારખાનું ગેરકાયદેસર હતું. તેમજ 2024 માં સ્ટોરેજનું લાયસન્સ એક્સપાયર હતું. સ્ટોરેજનાં બદલે ગેરકાયદેસર ફટાકડા બનાવાતા હતા. સ્લેબ ધરાશાયી થતા મજૂરો દટાઈ જતા મોત થયા હતા. મૃતદો મધ્યપ્રદેશનાં હાર્દા જીલ્લાનાં હાંડિયાનાં હતા. તેમનાં પરિવારનો સંપર્ક કરવાનું ચાલું છે.