આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ભિલોડા

ભિલોડા પોલીસ મથકમાં ફરજ બજાવતાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ છે. સમગ્ર મામલે ભિલોડા પોલીસે દુષ્પ્રેરણની આંશકાને આધારે મૃતકના પરિવારજનોના નિવેદન લેવાની કવાયત શરૂ કરી છે. મહિલા પોલીસકર્મીએ તા. 21ના રોજ રાત્રે 11.30 વાગ્યા પહેલા પોતાના ઘરે જ અગમ્ય કારણસર આપઘાત કરી લીધો હતો. જે બાદમાં રાત્રે 12.30 વાગ્યાની આસપાસ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે ભિલોડા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારીના આપઘાત કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. પોલીસ મહિલા કર્મચારીના મોતને પગલે પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે. યુવાન મહિલા પોલીસ કોન્સ્ટેબલે જીવન ટૂંકાવી દેવાની ઘટનાને લઇને સ્થાનિક પીઆઇ મનિષ વસાવા સહિત પોલીસ કાફલો મોડી રાત્રી પોલીસ કર્મચારીઓના સ્ટાફ ક્વાર્ટસ ખાતે પહોંચ્યો હતો. જ્યાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ મંગુબેન નિનામા, પંખા સાથે દુપટ્ટો બાંધી લટકટતી હાલતમાં મળી આવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, મૃતક મંગુબેન પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હોવાનુ નોંધી કાર્યવાહી કરી છે. સમગ્ર મામલે સ્થાનિક PI મનિષ વસાવાએ કહ્યુ હતુ કે, આ મામલાની તપાસ હાથ ધરી છે. જે મુજબ ઘરકંકાસ હોવાની દિશામાં તપાસ હાથ ધરી છે. જેમાં દુષ્પ્રેરણ કોના તરફ થી અપાઇ રહ્યુ હતુ એ તપાસાઇ રહ્યુ છે. પોલીસે ઘટનાને લઇને મૃતકના પરીવારજનોના નિવેદન મેળવી તેના આધારે આગળ કાર્યવાહી શરૂ કરી છે.

મૃતકના પતિ SRPમાં ફરજ બજાવે છે

મૃતક પોલીસ કોન્સ્ટેબલ મહિલા કર્મચારી મંગુબેન નિનામા ભિલોડા તાલુકાના ચુનાખણ ગામના વતની છે. તેઓ થોડાક સમય સમય અગાઉ પોલીસ વિભાગમાં લોક રક્ષક દળ તરીકે ભરતી થયા હતા. તેઓના પતિ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRP)માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. જે સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકામાં આવેલા મુડેટી સ્થિત SRP જૂથમાં ફરજ પર છે. જ્યારે મરનાર મંગુબેન ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code