અપડેટ@દેશ: PM મોદીનું એલાન સરકાર પેપર લીકને લઈને કડક બિલ લાવશે, આજે CJP સાથે બેઠક
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પેપર લીક અને શિક્ષા વ્યવસ્થા મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી જંતર મંતર ખાતે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચૂકની આગેવાનીમાં વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતર્યા છે. સોનમ વાંગચૂકે આ મામલે 26 દિવસ સુધી અનશન કર્યું હતું. પરંતુ હવે કેન્દ્ર સરકાર તરફથી મહત્વપૂર્ણ માંગો પર લેખિતમાં આશ્વાસન મળ્યા બાદ સોનમ વાંગચૂકે ભૂખ હડતાલ પૂરી કરી છે.જોકે ભૂખ હડતાલ પૂરી કર્યા છતાં પણ આંદોલન હજી સંપૂર્ણ રીતે પૂરું થયું નથી. સીજેપી તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીવનામાની માંગ પૂરી ન થાય ત્યાં સુધી જંતર મંતર પર વિરોધ પ્રદર્શન યથાવત રહેશે.
આજે સીજેપી નું ડેલીગેશન કેન્દ્ર સરકારને મળવા પણ જશે.સોનમ વાંગચૂકની ભુખડતાલ પૂરી થઈ છે. જ્યારે જંતર મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન મામલે આજે સરકાર અને સીજેપી વચ્ચે બેઠક થશે. જાણવા મળતી માહિતી અનુસાર કેબિનેટ બેઠકમાં પેપર લીક મામલે સખત બિલ લાવવા માટે વાતચીત થશે અને કેટલાક ન્યુટ્રલ પોઇન્ટ ઉપર સીજેપી અને સરકાર બેઠક કરશે.મહત્વપૂર્ણ છે કે શુક્રવારે સીજેપી અને કેન્દ્ર સરકાર વચ્ચે મહત્વપૂર્ણ બેઠક થવાની છે જેના પર દેશભરના લોકોની નજર છે. આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર સંવિધાન ક્લબમાં સરકાર અને કોક્રોચ જનતા પાર્ટીના નેતા વચ્ચે વાતચીત થશે.આ વાતચીતમાં આંદોલનનું ભવિષ્ય અને આગળની રણનીતિ પર ચર્ચા થશે. મહત્વપૂર્ણ છે કે સીજેપી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ પર અ઼ડગ છે તેવામાં બેઠક પછી શું નિર્ણય લેવાય છે તે જોવાનું રહ્યું. વિદ્યાર્થીઓના આંદોલન મામલે આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે વડાપ્રધાન મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કરીને પેપર લીક મુદ્દે સખત બીલ લાવવાની વાત કહી છે. તેમણે કહ્યું છે કે પેપર લીકની ઘટના બની ત્યારથી અત્યાર સુધીમાં ઘણા બધા નિર્ણયો લેવામાં આવ્યા છે. પેપર લીક કરનાર ગુનેગારો પકડાઈ ગયા છે અને જેલમાં છે. સરકાર માટે મહત્વપૂર્ણ હતું કે વિદ્યાર્થીઓનું એક વર્ષ ન બગડે તેના માટે પરીક્ષા તુરંત લેવી જરૂરી હતી.
વડાપ્રધાન મોદીએ તેના મેસેજમાં એવું પણ કહ્યું કે ફાસ્ટટ્રેક કોર્ટના ઘણા વિભાગોને નિર્દેશ કરવામાં આવ્યા છે. આ વિભાગોએ મહેનત કરીને મોડી રાત્રે એક ડ્રાફ્ટ તૈયાર કરીને આપ્યો છે. તેમણે કહ્યું કે આ ડ્રાફ્ટ પર શુક્રવારે કેબિનેટમાં ચર્ચા થશે. કેબિનેટમાં બધાના સુજાવ લીધા પછી તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે સોમવારે સંસદનું બીજું સત્ર શરૂ થશે ત્યાં સુધીમાં બિલને સદનમાં પારિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

