અપડેટ@દિલ્હી: રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ, જાણો વિગતવાર

 
રાહુલ ગાંધી
ત્રીજી માંગ પીએમ મોદી વિદ્યાર્થીઓની માફી માંગે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

NEET પેપર લીક અને દિલ્હીમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને લઈ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેમણે 20 જુલાઈના ફૂટેજ મોટા સ્ક્રીન પર પ્રદર્શિત કર્યા અને આરોપ લગાવ્યો કે સુરક્ષા દળોએ વિદ્યાર્થીઓ પર અત્યાચાર ગુજાર્યો હતો. તેમણે કહ્યું, "વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા.પોલીસે તેમના પર અત્યાચાર કર્યો છે. છેલ્લા 10 વર્ષમાં 152 પેપર લીક થયા છે, જેનાથી 77 મિલિયન વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે અને કોઈને સજા થઈ નથી."

તેઓએ કહ્યું, "વિદ્યાર્થીઓ સિસ્ટમમાં સુધારાની માંગ કરી રહ્યા છે. આજે, દેશભરના વિદ્યાર્થીઓ તણાવમાં છે. NEET પરીક્ષાનો ખર્ચ શિક્ષણ બજેટ જેટલો છે. વિદ્યાર્થીઓ NEET પર ₹1.32 લાખ કરોડ ખર્ચ કરે છે. શિક્ષણ બજેટ ₹1.4 લાખ કરોડ છે. ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી તરીકે નિષ્ફળ ગયા છે. તેમના રાજીનામાની માંગ વાજબી છે. જાહેર ક્ષેત્રનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. ધર્મેન્દ્ર પ્રધાને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ કરી દીધું. સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર સમક્ષ ત્રણ માંગણીઓ મૂકી.

તેમણે કહ્યું, "પહેલા, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જોઈએ." બીજું, વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરનારાઓને સજા થવી જોઈએ. આ આતંકવાદીઓ નથી, તેઓ આપણા દેશના વિદ્યાર્થીઓ છે. ત્રીજી માંગ પીએમ મોદી વિદ્યાર્થીઓની માફી માંગે. તેઓએ માંગ કરી કે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર હુમલો કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને તેમને જવાબદાર ઠેરવવામાં આવે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેમની સાથે બળજબરી અને હુમલો કરવામાં આવ્યો હતો.તેઓએ કહ્યું કે, 10 વર્ષમાં 152 પેપર લીક થયા અને કોઈને પણ સજા ન થઈ. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ યોગ્ય છે. તેઓ શિક્ષણ મંત્રી તરીકે નિષ્ફળ રહ્યા છે.