અપડેટ@દેશ: આયુષ્યમાન યોજનામાં ડબલ થઇ શકે છે ઇન્શ્યૉરન્ટ કવર, 23 જુલાઇએ રજૂ કરવામાં આવશે બજેટ

 
યોજના
5 લાખથી 10 લાખ સુધી કરવામાં આવી શકે છે ઇન્શ્યૉરન્સ કવર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સરકાર નાગરિકોની વિવિધ જરૂરિયાતો અનુસાર વિવિધ યોજનાઓ લાવે છે. આ સાથે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સરકાર તેમના માટે યોજનાઓ પણ લાવે છે, પરંતુ તે ખેડૂત હોય કે સામાન્ય માણસ, સ્વાસ્થ્ય દરેકના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેથી જ ભારત સરકારે જરૂરિયાતમંદોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમના માટે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી.

આ અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે. અને હવે સરકાર દ્વારા ચલાવવામાં આવતી આયુષ્યમાન ભારત યોજના હેઠળ લાભ 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા થઈ શકે છે. આ યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ ધારકોને સરકાર દ્વારા 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે. આયુષ્યમાન કાર્ડ ધારક કોઈપણ ખાનગી અને સરકારી પેનલવાળી હોસ્પિટલમાં આ સ્વાસ્થ્ય વીમાનો લાભ મેળવી શકે છે. દેશના 12 કરોડ લોકોને સરકારી યોજનાનો લાભ મળી રહ્યો છે.

આ યોજના હેઠળ વીમા કવચ 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરવા પર વિચાર કરી રહ્યા છે. આગામી બજેટમાં પણ આની જાહેરાત થઈ શકે છે. ભારતનું 2024નું બજેટ આ મહિને 23મી જુલાઈએ રજૂ થવાનું છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર આ બજેટમાં મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. તેથી આયુષ્યમાન ભારત યોજના હેઠળ ઉપલબ્ધ 5 લાખનું વીમા કવચ બમણું કરવામાં આવે તેવી મોટી જાહેરાત થવાની સંભાવના છે. એટલે કે વીમા કવચની રકમ વધારીને 10 લાખ રૂપિયા કરી શકાય છે. હાલમાં તે માત્ર અનુમાન જ કહી શકાય. જ્યાં સુધી બજેટમાં આનો ઉલ્લેખ અને પુષ્ટિ કરવામાં ન આવે.