અપડેટ@દેશ: વડાપ્રધાન મોદીએ આજે લદ્દાખમાં કારગિલ યુદ્ધ સ્મારક પર શહીદોને આપી શ્રદ્ધાંજલિ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારત આજે 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની રજત જયંતી ઉજવી રહ્યું છે. 25 વર્ષ પહેલા આ દિવસે ભારતીય સેનાએ પોતાની બહાદુરી અને હિંમતથી ભારતમાં ઘૂસેલા પાકિસ્તાની સૈનિકો અને તેના ઘૂસણખોરોને ભગાડી દીધા હતા. આ અવસર પર વડાપ્રધાન મોદી આજે લદ્દાખમાં કારગિલ યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે.
તેઓએ કારગિલ વિજય દિવસને લઈને સંદેશ પણ આપ્યો છે. તેમણે કહ્યું કે 26 જુલાઈ દરેક ભારતીય માટે ખૂબ જ ખાસ દિવસ છે. આ વખતે આપણે 25મો કારગિલ વિજય દિવસ ઉજવી રહ્યાં છીએ, આ દિવસ આપણા દેશની રક્ષા કરનારા તમામ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો છે. હું કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લઈશ અને આપણા બહાદુર વીરોને શ્રદ્ધાંજલિ આપીશ. તેઓ લદ્દાખમાં સૈનિકોની વચ્ચે પહોંચ્યાં છે અને શૌર્ય- બલિદાનને બિરદાવ્યાં હતા.લદ્દાખની મુલાકાત દરમિયાન શિંકુન લા ટનલ પ્રોજેક્ટના કામનું પણ મોદી ઉદ્ઘાટન કરશે, આ ટનલ પ્રોજેક્ટ લેહ સાથે કનેક્ટિવિટી સુધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તે લેહમાં ઓલ-વેધર કનેક્ટિવિટી પ્રદાન કરશે. કામ પૂર્ણ થયા બાદ શિંકુન લા વિશ્વની સૌથી ઊંચી ટનલ હશે.