અપડેટ@ગુજરાત: જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે કબ્જો જમાવ્યો, કોંગ્રેસના હાથમાં 2 જ બેઠક આવી

 
ચૂંટણી
અમરેલી જિલ્લાની જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે.   સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ચૂકી છે. 16 ફેબ્રુઆરીએ મતદાન પૂર્ણ થયું હતું. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન ચોરવાડ પાલિકામાં રેકોર્ડબ્રેક 76% થયું હતું. આજે 5000 થી વધુ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.સાણંદ નગર પાલિકામાં 28 બેઠકમાંથી ભાજપે 16 બેઠકો પર જીત હાંસલ કરી બહુમતનો આંકડો પાર કર્યો છે.

કોંગ્રેસ હજુ સુધી ખાતુ પણ નથી ખોલાવી શકી.જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે પોતાનો કબ્જો જમાવ્યો છે. ભાજપે કુલ 60 બેઠકોમાંથી 33 બેઠકો પર વિજય મેળવી બહુમતનો આંકડો પાર કરી લીધો છે.ભાવનગર જિલ્લાના તળાજામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો. અહીં રિકાઉન્ટિંગમાં પણ ભાજપ જીતી ગયો છે. જ્યારે   ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 1 પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ ઉમેદવાર અમરાભાઇ હાડગડા જીતી ગયા છે.ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે 9 જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી પણ યોજવામાં આવી હતી. જેમાં તમામે તમામ નવ બેઠકો પર ભાજપની જીત થઈ છે. ભાજપે ગાંધીનગર (હાલીસા), ભરૂચ (આછોદ), દાહોદ (પિપેરો), ડાંગ (કડમાળ), અમદાવાદ (અસલાલી), અમદાવાદ (કોઠ), બોટાદ (પાળીયાદ) બેઠકો પર વિજય હાંસલ કરી છે. 

અમરેલી જિલ્લાની જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. નોંધનીય છે કે, 28 બેઠકમાંથી 16 બેઠક પર ભાજપ પહેલાંથી જ બિનહરીફ જાહેર થયું હતું અને આજે અન્ય 12 બેઠક પણ પોતાના કબ્જે કરી છે. ચલાલા નગર પાલિકાની ચૂંટણીમાં તમામ 6 વોર્ડમાં ભાજપની જીત. નગર પાલિકાની ચૂંટણીમાં તમામ 6 વોર્ડમાં ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર કરાયા છે. આ સાથે ભાજપના 24 ઉમેદવારો જીતી ગયા છે અને જેના પગલે ધારાસભ્ય જે.વી.કાકડીયા સહિતના નેતાઓ અને કાર્યકરો મા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીં કોંગ્રેસ ખાલી હાથ રહી ગઇ છે.સાબરકાંઠાના વિજયનગરની તાલુકા પંચાયતની બાલેટા બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. તાપીના સોનગઢમાં ભાજપનો ભવવો લહેરાયો છે. 28 બેઠકવાળી સોનગઢ નગર પાલિકામાં ભાજપના 16 ઉમેદવારોએ જીત હાંસલ કરી છે. 

જૂનાગઢના વંથલીમાં વોર્ડ નંબર 4માં ભાજપની પેનલ જીતી જતાં ભાજપનો વિજયરથ આગળ વધ્યો. આ સાથે ભાજપનો સ્કોર જૂનાગઢ મહાનગરપાલિકામાં 27 પર પહોંચી ગયો છે જ્યારે 1 બેઠક અપક્ષના હાથમાં છે અને કોંગ્રેસ હજુ ખાલી હાથ છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં વોર્ડ નં-1માં ભાજપની જીત થઇ હતી. તલોદના વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. કોડીનારમાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા.