અપડેટ@ગુજરાત: શિક્ષણ સહાયકની ભરતીની નવી જાહેરાત, 3517 ખાલી પડેલી જગ્યાઓ ભરાશે

 
ભરતી
24 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં ફોર્મ ભરી શકાશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સરકારી નોકરીની રાહ જોનારા યુવાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ વિભાગે શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત કરી છે. ધોરણ 9થી 10 સુધી એટલે કે માધ્યમિકના 3 હજાર 517 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 અને 10 માટે ભરતી જાહેર કરાઈ છે. સરકારી શાળામાં 1200, ગ્રાન્ટેડ શાળામાં 2317 જગ્યાઓ ભરવામાં આવશે. રાજ્યમાં કુલ 3 હજાર 517 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

24 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં ફોર્મ ભરી શકાશે. ગુજરાતનાં શિક્ષણ વિભાગે શિક્ષક ભરતીની રાહ જોનારા ઉમેદવારો માટે શિક્ષણ સહાયક ભરતીની મહત્ત્વની જાહેરાત કરી છે. જે હેઠળ માધ્યમિક શાળાઓમાં કુલ 3517 જગ્યા માટે ભરતી જાહેર કરી છે. સરકારી શાળાની જગ્યા 1200 અને ગ્રાન્ટેડ શાળાની જગ્યા 2317 ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો 24મી ઓક્ટોબરથી 15મી નવેમ્બર 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકશે.

રાજયના શિક્ષણ વિભાગે માધ્યમિક ભરતીની જાહેરાત કરાતા શિક્ષકોમાં ખુશીનો માહોલ છવાયો છે. થોડા સમય પહેલા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આચાર્ય, જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ગત તા. 01 ઓગસ્ટ, 2024ના રોજ આચાર્ય તેમજ ગત તા. 01 સપ્ટેમ્બર, 2024ના રોજ અંદાજિત 4000 જેટલા જૂના શિક્ષકો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. હવે, બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત  કરવામાં આવી છે.