અપડેટ@ગુજરાત: PM મોદીએ સરદાર પટેલની પ્રતિમાના ચરણોમાં પુષ્પ અર્પણ કર્યા, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

 
મોદી
વંદે માતરમથી આખું એકતા નગર ગૂંજી ઉઠ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસે કેવડિયા ખાતે ઉપસ્થિત છે. આજે પ્રવાસના બીજા દિવસે, વડાપ્રધાન મોદી એકતા પરેડ સહિતના મુખ્ય કાર્યક્રમોમાં ભાગ લેશે.NSD, NDRF, અંદમાન-નિકોબાર દ્વિપ સમૂહનો ટેબ્લો, છત્તીસગઢની બસ્તરની ઝાંખી કરવાતો, ગુજરાતના લોહપુરૂષ સરદાર પટેલ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી સાથેનો ટેબ્લો, જમ્મુ-કાશ્મીરની પ્રતિષ્ઠા અને સૌંદર્ય દર્શાવતો ટેબ્લો, મહારાષ્ટ્રના ટેબ્લોમાં છત્રપતિ શિવાજીની શાનદાર પ્રતમા સાથે રાજ્યનું વૈભવ દર્શાવાયું, મણિપુરના પ્રાકૃતિક સૌંદર્ય દર્શાવતો ટેબ્લો, પૂંડચેરીની એક ભારત-શ્રેષ્ઠ ભારતને પ્રદર્શિત કરતો ટેબ્લો, ઉત્તરાખંડનો કેદારનાથ મંદિર અને રાજ્યના વિકાસને દર્શાવતો ટેબ્લો રજૂ કરાયો. 

એકતા પરેડમાં BSF અને ગુજરાત પોલીસ દ્વારા સંયુક્ત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખાસ બેન્ડ અને રાયફલ સાથે ગુજરાત પોલીસ અને BSFની ટીમે સંયુક્ત રીતે એકતા પથ પર પોતાનું શાનદાર પ્રદર્શન આપી શૌર્યની નવી પરિભાષા વ્યક્ત કરી હતી. મહિલાઓ દ્વારા કરવામાં આવેલા આ પ્રદર્શનમાં નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. એકતા પથ પર રાજ્યની દરેક પોલીસ પોતાના મંત્ર સાથે રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા એકતા પરેડમાં જોડાઈ છે. આ સિવાય BSF, NCC અને ખાસ સૈન્ય ડૉગ પણ આ પરેડમાં જોડાયા હતા. 

ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતા જવાનો પણ ખુલ્લી જીપ્સીમાં આ પરેડમાં જોડાયા.ગુજરાતની બે શાળા દ્વારા એકતા નગરમાં વંદે માતરમના સૂર રેલાવામાં આવ્યા. જેમાં ઢોલ, નગારા અને કરતાલ જેવા અનેક પ્રાચીન વાંજિત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વંદે માતરમથી આખું એકતા નગર ગૂંજી ઉઠ્યું છે. એકતાનગર ખાતે આજે પ્રજાસત્તાક દિવસની જેમ જ એક વિશિષ્ટ મુવિંગ પરેડ (Moving Parade) નું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડ શરૂ થઈ ચુકી છે. જેમાં કુલ 16 કન્ટીજન્ટ્સ સહભાગી થશે, જેમાં BSF, CISF, ITBP, CRPF, SSB, તેમજ જમ્મુ-કાશ્મીર, પંજાબ, આસામ, કેરળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોની ટુકડીઓ સામેલ છે.

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઑફ યુનિટી પહોંચી ગયા છે. જ્યાં તેમણે સરદાર પટેલની પ્રતિમાના ચરણોમાં પુષ્પ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. એકતાનગર ખાતે આજે પ્રજાસત્તાક દિવસની જેમ જ એક વિશિષ્ટ મુવિંગ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરેડમાં કુલ 16 કન્ટીજન્ટ્સ સહભાગી થશે, જેમાં BSF, CISF, ITBP, CRPF, SSB, તેમજ જમ્મુ-કાશ્મીર, પંજાબ, આસામ, કેરળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોની ટુકડીઓ સામેલ છે.