અપડેટ@ગુજરાત: કોરોના વાયરસનાં કુલ પોઝિટિવ કેસ 43, ત્રણનાં મોત

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં કોરોનાપીડિતનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં કોરોનાથી 3 મોત નોંધાયા છે. આ મૃત્યુ સુરત, અમદાવાદ અને ભાવનગરમાં નોંધાયા છે. આ સિવાય રાજ્યમાં કુલ 43 કેસ પોઝિટિવ છે જેમાં અમદાવાદમાં 15, સુરત-ગાંધીનગરમાં 7, વડોદરામાં 8, રાજકોટમાં 4 તેમજ કચ્છ-ભાવનગરમાં 1-1 કેસ છે.
 
અપડેટ@ગુજરાત: કોરોના વાયરસનાં કુલ પોઝિટિવ કેસ 43, ત્રણનાં મોત

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં કોરોનાપીડિતનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં કોરોનાથી 3 મોત નોંધાયા છે. આ મૃત્યુ સુરત, અમદાવાદ અને ભાવનગરમાં નોંધાયા છે. આ સિવાય રાજ્યમાં કુલ 43 કેસ પોઝિટિવ છે જેમાં અમદાવાદમાં 15, સુરત-ગાંધીનગરમાં 7, વડોદરામાં 8, રાજકોટમાં 4 તેમજ કચ્છ-ભાવનગરમાં 1-1 કેસ છે.

હાલમાં અગ્રસચિવે લોકડાઉન પછીની સ્થિતિ વિશે કહ્યું હતું કે, લોકડાઉન બાદ રાતથી ગુજરાતભરના અનેક લોકોના સહકાર મળ્યો છે. ફંડ માટે દાન આપવા અનેક લોકોએ તૈયારી બતાવી છે. અમે અપીલ કરીએ છીએ કે, ઉદાર હાથે આર્થિક સહાય કરો. મુખ્યમંત્રી રાહત ફંડ (કોરોના) માટે કોન્ટ્રીબ્યૂટ કરશો. 21 દિવસનું લોકડાઉન કર્યું છે. આ લોકડાઉનનો હેતુ કોવિડ-19ને ફેલાવવાની શક્તિ તોડવાની છે. હેલ્થ ડિપાર્ટમેન્ટ સર્વેની કામગીરી કરે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ મામલે કચ્છથી વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. મુંબઇ અને બહારના સત્તાવાર 11 હજાર લોકો 4 દિવસમાં રાપર-ભચાઉ તાલુકામાં ઠલવાયા હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય ચકાસણી વગર પાંચેક હજાર મુંબઈવાસીઓ વતનમાં આવ્યાની હોવાની ચર્ચા ચાલી રહી છે. કોરોના પ્રસરે તે પૂર્વે પગલાં ભરવા રાપરના ધારાસભ્યએ કલેક્ટરને રજૂઆત કરી છે. રાપર ભચાઉમાં આઇસોલેશન વોર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવાની પણ માંગ કરી છે. ટ્રેન, વિમાન, ખાનગી વાહન અને લક્ઝરી બસ દ્વારા લોકો ભચાઉમાં આવ્યા હોવાની ચર્ચા છે. ભચાઉમાં 5035 અને રાપરમાં 6599 થર્મલ મશીનમાં નોંધાયા. સ્કેનિંગ નહિ થયેલા લોકો પરિવાર અને ગામ માટે જોખમ ઉભું કરી શકે છે.