અપડેટ@પાટણ: ઝીલીયા ગામ હુમલા કેસમાં 'વામૈયા ગેંગ'ના તમામ 18 આરોપીઓના જામીન મંજૂર

 
વામૈયા ગેંગ
હવે આ બધા આરોપીઓ જેલમુક્ત થઇ જશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામે થયેલી પોલીસ પર હુમલાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. શરૂઆતમાં સામાન્ય વિવાદ માનવામાં આવેલી આ ઘટના ઝડપથી ગેંગવોર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓના મોટા જાળ સુધી પહોંચી ગઈ. ખાસ કરીને 'મસ્તાની ગેંગ' અને 'વામૈયા ગેંગ' વચ્ચેનો તણાવ આ ઘટનામાં ખુલ્લો પડ્યો, જેના કારણે કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઊભા થયા.પહેલા આ મામલે જાહેરમાં આરોપીઓનું સરઘસ કાઢી અને માર માર્યો હતો તે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા અને આજે હવે આ સરઘસ કાઢવામાં આવેલા 18 આરોપીઓના જામીન મંજુર કરવામાં આવ્યા છે.

પોલીસ પર હુમલા બાદ તંત્ર એક્શનમાં આવ્યું અને વામૈયા ગેંગના સભ્યો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે લગભગ 18 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અને આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢીને કડક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો કે કાયદાથી ઉપર કોઈ નથી. આ કાર્યવાહી બાદ વિસ્તારમાં થોડો શાંતિનો માહોલ જોવા મળ્યો હતો. પણ હવે આ અઢારેય આરોપીઓના કોર્ટે જામીન મંજૂર કરી દીધા છે.