અપડેટ@પાટણ: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓ સસ્પેન્ડ

 
અપડેટ

મોડી રાત્રે વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ ધારપુર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું

​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને આ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીનું મોત રેગિંગ મામલે થયું છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને ધારપુર મેડિકલ કોલેજના ડીન ડૉ. હાર્દિક શાહ દ્વારા એન્ટી રેગિંગ કમિટીની બેઠક યોજાઈ હતી.જે બેઠકમાં 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

સમગ્ર મામલે ધારપુર મેડિકલ કોલેજના ડીન દ્વારા પોલીસ ફરિયાદ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અનિલ મેથાણીયાનું શંકાસ્પદ મોત થયું જેને લઈને મામલો ગરમાયો છે. આ ઘટનાને લઈને મોડી રાત્રે વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ ધારપુર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.સમગ્ર મામલે પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અનિલ મેથાણીયા નામના વિદ્યાર્થીનું મોત રેગિંગને કારણે થયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

આ મુદ્દે હવે 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં કોલેજના ડીન ડૉ. હાર્દિક શાહ દ્વારા એન્ટી રેગિંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી જે બેઠક બાદ હવે 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ કોલેજના ડીન દ્વારા હવે ફરિયાદ આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.