આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, રાધનપુર

રાધનપુરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ખોટી સહાય લીધી હોવાની ફરીયાદ બાદ જામીન મળવા મુશ્કેલ થઇ રહ્યા છે. બે પૈકી મહિલા આરોપીના આગોતરા જામીન હાઇકોર્ટમાં મુક્યા બાદ મુદ્દત પડી છે. આવી સ્થિતિમાં પૂર્વ નગરસેવક આસીફ ઘાંચી અને તેમના પત્નિ અનિષાબેન આસીફ ઘાંચી સામે કાનુની કાર્યવાહી મજબૂત બનતી જાય છે. આ દરમ્યાન મહિલા આરોપીના આગોતરા જામીનની અરજી પ્રોસિજરમાં હોઇ ધરપકડને લઇ પોલીસ મંથનમાં લાગી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાની રાધનપુર પાલિકાના પુર્વ નગરસેવક આસીફ ઘાંચી અને તેમના પત્નિ અનિષાબેન ઘાંચી પ્રધાનમંત્રી આવાસની ફરીયાદમાં આરોપી છે. રાધનપુર પોલીસ મથકે દાખલ થયેલ ફરીયાદ બાદ આગોતરા જામીન નહિ મળતાં હાઇકોર્ટમાં રજૂઆત કરી છે. જેમાં સુનાવણીને અંતે મહિલા આરોપી અનિષાબેન ઘાંચીના આગોતરા જામીન શક્ય બન્યા નથી. હાઇકોર્ટે આગામી મુદ્દત આપતા રાધનપુર પોલીસ ધરપકડને લઇ તપાસમાં લાગી છે. આવાસ યોજનામાં ખોટું સોગંઘનામું રજૂ કર્યાના કેસમાં પતિ-પત્નિ ફરીયાદનો સામનો કરી રહ્યા છે.

રાધનપુર પોલીસે આરોપીઓ સામે ઇપીકોની કલમ 409, 467 તથા પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 13(1)સી મુજબનો ઉમેરો કરવાની પરવાનગી મેળવી લીધા બાદ મહિલા આરોપી આગોતરા માટે મથામણમાં લાગ્યા છે. જેમાં રાધનપુર કોર્ટથી આગોતરા જામીન નહિ મળતાં હાઇકોર્ટમાં ગયા છે. જોકે હાઇકોર્ટ તરફથી પણ હાલ કોઇ રાહત મળી ન હોવાથી ધરપકડના ભણકારા ઉભા થયા છે. સમગ્ર મામલે રાધનપુર પોલીસ કોઇના પણ દબાણમાં આવ્યા વિના કડક કાર્યવાહી કરતી હોઇ આવાસ યોજનામાં ગેરરીતિનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.

25 Sep 2020, 7:47 AM (GMT)

COVID-19 Global Stats

32,659,617 Total Cases
991,033 Death Cases
24,091,971 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code