અપડેટ@સિધ્ધપુર: ચુંટણીસભામાં નિયમોના ભંગ સામે હાર્દિકની અટકાયત થશે

અટલ સમાચાર,મહેસાણા હાર્દિક પટેલનાં રાજદ્રોહ કેસમાં કોર્ટની સુનાવણીમાં હાજર ન રહેતા ધરપકડ કરવામાં આવી હતી. તેમાં હાર્દિક પટેલનાં સેશન્સ કોર્ટે શરતી જામીન મંજૂર કર્યાં છે. જ્યારે અન્ય એક કેસમાં હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવશે. સિધ્ધપુરમાં કોંગ્રેસ ધારાસભ્યના સમર્થનમાં જાહેરાત કરી જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
અપડેટ@સિધ્ધપુર: ચુંટણીસભામાં નિયમોના ભંગ સામે હાર્દિકની અટકાયત થશે

અટલ સમાચાર,મહેસાણા

હાર્દિક પટેલનાં રાજદ્રોહ કેસમાં કોર્ટની સુનાવણીમાં હાજર ન રહેતા ધરપકડ કરવામાં આવી હતી. તેમાં હાર્દિક પટેલનાં સેશન્સ કોર્ટે શરતી જામીન મંજૂર કર્યાં છે. જ્યારે અન્ય એક કેસમાં હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવશે. સિધ્ધપુરમાં કોંગ્રેસ ધારાસભ્યના સમર્થનમાં જાહેરાત કરી જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિધ્ધપુરના કોંગ્રેસી ધારાસભ્ય ચંદનજી ઠાકોરના સમર્થનમાં હાર્દિકે જાહેરાત કરી હતી. જેને લઇ ગત દિવસોએ સિધ્ધપુર પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો. રાજદ્રોહના કેસમાં શરતી જામીન મળ્યા બાદ ફરીથી હાર્દિકની મુશ્કેલી વધી શકે છે. આજે સિધ્ધપુર પોલીસ અમદાવાદ પહોંચીને સાબરમતી જેલમાંથી હાર્દિક પટેલની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરશે.