આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર

સિધ્ધપુર પંથકમાંથી જાહેરમાં 10થી વધુ કથિત ભૃણ મળી આવ્યાની ઘટનામાં હવે અજાણ્યાં ઇસમો સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. ગત તા.21 જુલાઇના રોજ તાવડીગા ખાતે આવેલા તળાવના હોળાના નાળા પાસે સવારે ગામના છોકરાઓ ભેંસો ચરાવતાં હોઇ પ્લાસ્ટીકની બોટલો જોઇ અંદર કથિત ભૃણ જેવા આકારનું બાયોમેડિકલ વેસ્ટ જણાતાં તાત્કાલિક સ્થાનિકોને જાણ કરાઇ હતી. જે બાદમાં કાકોશી પોલીસને જાણ કરવામાં આવતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મળેલાં ભૃણને ફોરેન્સિક રીપોર્ટ અને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયા હતા. આ તરફ હવે કાકોશી PSI પરમારે કથિત ભૃણ મળ્યાનાં 7 દિવસ બાદ અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિધ્ધપુરના તાવડીયા નજીકથી 13 જેટલી પ્લાસ્ટીકની બોટલોમાં કથિત નવજાતના અંગો મળી આવ્યાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. ગત તા.21 જુલાઇના રોજ સવારના સમયે ગામના છોકરાઓ ભેંસો ચરાવતી વખતે આ બોટલો જોતાં પોલીસને જાણ કરાઇ હતી. ગામની સીમમાં આવી રીતે જાહેરમાં પ્લાસ્ટીકની બોટલોમાં કથિત ભૃણ મળી આવતાં પંથકમાં ચકચાર મચી ગઇ હતી. જોકે હજી સુધી આ પ્લાસ્ટીકને બોટલો કોણે અને ક્યારે અહીં ફેંકી તે મામલે વધુ વિગતો સામે આવી નથી. ઘટનાને લઇ કાકોશી પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ શરૂ કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સમગ્ર મામલે કાકોશી પોલીસ સ્ટેશનના PSI નટવરભાઇ પરમારે જણાવ્યું હતુ કે, ગત દિવસોએ મળેલા ભ્રૃણ અને માનવઅંગોને ફોરેન્સિક પી.એમ કરવા અમદાવાદ મોકલાયા છે. જેમાં કુલ 15 DNAના સેમ્પલ લઇ FSL કચેરી ગાંધીનગર ખાતે મોકલાયા છે. આ સાથે સ્થળ પરથી મળેલ એક પ્લાસ્ટીકની થેલી ઉપર અવતાર હોસ્પિટલ ડો.દિનેશભાઇ પટેલ લખેલ હોઇ શકદાર તરીકે વધુ તપાસ ચાલુ હોવાનું PSI પરમારે ઉમેર્યુ હતુ. સમગ્ર મામલે PSI પરમારે અજાણ્યાં ઇસમો વિરૂધ્ધ આઇપીસી 269 અને પર્યાવરણ સુરક્ષા અધિનિયમની કલમ 15 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code