અપડેટ@દેશ: બીજા લિસ્ટ માટેના ભાવિ ઉમેદવારો પર ભાજપનું આજે મહામંથન

 
પીએમ મોદી

પ્રથમ યાદીમાં ભાજપે ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ 51 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશભરમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ જોર પકડ્યો છે. આ વખતે ભાજપે 400થી વધુનો લક્ષ્‍યાંક રાખ્યો છે. ભાજપે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. પીએમ મોદીએ પોતે ચૂંટણી પ્રચારની કમાન સંભાળી છે. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોના નામ છે. હવે બધાની નજર બીજી યાદી પર છે.

10 માર્ચે યોજાનારી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મોકૂફ રાખવામાં આવી છે. બીજી યાદીમાં 150થી વધુ નામોની જાહેરાત કરી શકે છે. બીજી યાદી માટે ભાજપની બેઠક યોજાઈ છે. જેમાં રાજ્યવાર નામોની ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલા બીજેપીની પહેલી યાદી 2 માર્ચે આવી હતી જેમાં 195 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. પ્રથમ યાદીમાં ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વારાણસીથી, ગૃહમંત્રી અમિત શાહને ગાંધીનગર, ગુજરાત અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને લખનૌથી મેદાનમાં ઉતાર્યા છે.

મધ્યપ્રદેશમાં 24, પશ્ચિમ બંગાળમાં 20 અને ગુજરાત અને રાજસ્થાનમાં 15-15 બેઠકો માટે ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. બીજેપીએ કેરળમાં 12, તેલંગાણા, આસામ, છત્તીસગઢ અને ઝારખંડમાં 11-11 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. દિલ્હીમાં 5, ઉત્તરાખંડમાં 3, જમ્મુ અને કાશ્મીરમાં 2, ગોવા, ત્રિપુરા, આંદામાન અને નિકોબારમાં એક-એક અને દમણ અને દીવની એક-એક બેઠક માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.