અમેરિકાઃ 24 કલાકમાં 2502ના મોત, કુલ મૃત્યુઆંક 61,600થી વધુ

અટલ સમાચાર, ડેસ્ક અમેરિકામાં ચાર દિવસની રાહત બાદ કોરોના સંક્રમણએ ફરી એકવાર કહેર વરસાવવાનું શરૂ કરી દીધું છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી 2502 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી મુજબ, બુધવારે અહીં સંક્રમણ (Covid-19)ના 28,500થી વધુ નવા કેસ સામે આવ્યા, ત્યારબાદ કુલ કેસ વધીને 64 હજારથી પણ વધુ થઈ ગયા છે.
 
અમેરિકાઃ 24 કલાકમાં 2502ના મોત, કુલ મૃત્યુઆંક 61,600થી વધુ

અટલ સમાચાર, ડેસ્ક

અમેરિકામાં ચાર દિવસની રાહત બાદ કોરોના સંક્રમણએ ફરી એકવાર કહેર વરસાવવાનું શરૂ કરી દીધું છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી 2502 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી મુજબ, બુધવારે અહીં સંક્રમણ (Covid-19)ના 28,500થી વધુ નવા કેસ સામે આવ્યા, ત્યારબાદ કુલ કેસ વધીને 64 હજારથી પણ વધુ થઈ ગયા છે. હાલ કુલ મોતનો આંકડો વધીને 61,600થી વધુ થઈ ગયો છે. આ આંકડો દુનિયાભરમાં સંક્રમણથી થયેલા મોતના ચોથા ભાગનો છે. જોકે કેસ વધી રહ્યા હોવા છતાંય અમેરિકાના બે સૌથી પ્રભાવિત રાજ્યો ન્યૂયોર્ક અને ન્યૂ જર્સી માં સંક્રમણના નવા કેસોમાં સતત ઘટાડો આવી રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બીજી તરફ, ચીન પર સતત આક્ષેપ કરી રહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મુખ્ય સલાહકાર ડૉક્ટર એન્થની ફૉસીની ભૂમિકા ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. એવા પ્રકારના રિપોર્ટ સામે આવ્યા છે કે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પ વુહાનની જે લૅબને કોરોના વાયરસનું જન્મસ્થાન જણાવી રહ્યા છે તેને તો એન્ટની જ ફંડિંગ કરી રહ્યા હતા. ફૉસી અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર એલર્જી એન્ડ ઇન્ફેક્શન ડિસીઝ (NIAID)ના અધ્યક્ષ છે અને આ સંસ્થાએ વુહાનની લૅબને છેલ્લા કેટલાક વર્ષોમાં કરોડો રૂપિયાનું ફંડ પણ આપ્યું છે. માત્ર વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી જ નહીં ચીનની અનેક અન્ય સંસ્થાઓને અમેરિકાની સંસ્થા વારંવાર કરોડો રૂપિયાનું ફંડ આપી રહી હતી.

NIAID પર સવાલ ઊભા થયા બાદ સંસ્થા તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે આ ફંડ માત્ર રિસર્ચ માટે આપવામાં આવ્યું હતું. જોકે સંસ્થાએ માત્ર રિસર્ચ માટે ફંડ આપવાની વાત કહી છે, બીજી તરફ અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. અનેક વૈજ્ઞાનિકો મુજબ, થેન ઓફ ફંક્શન રિસર્ચ ખૂબ જ ખતરનાક છે અને તેની હેઠળ અનેક ગેરકાયદેસર કામોને પણ અંજામ આપવામાં આવી રહ્યો છે.

આ એ જ રિસર્ચ છે જેનાથી વાયરસને તાકાતવાન બનાવવામાં આવે છે અને બાદમાં તેનું જ એક રૂપ બાયોવેપન રૂપે સામે આવ્યું છે. આવા જ એક રિસર્ચ દરમિયાન કોરોના સંક્રમણ ભૂલથી બહાર આવવાનો દાવો ખુદ અમેરિકા તરફથી કરવામાં આવી રહ્યો છે. જોકે ટ્રમ્પના અનેક દાવા છતાંય અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH)એ કહ્યું છે કે મોટાભાગના વાયરસ જંગલી જાનવરોથી જ ફેલાયો છે અને હજુ સુધી એવું કોઈ પ્રમાણ નથી કે કોરોના વાયરસ કોઈ લૅબથી ફેલાયો છે.