અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ નામનો ઉપયોગ કરવા સામે ૧૦ કરોડની માંગણી
અટલ સમાચાર,અમદાવાદ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને મામલે કોમર્શિયલ કોર્ટમાં કેસ દાખલ થયો હતો. અરજદાર વિશાલ દેસાઈના વકીલ ઋષાંગ મહેતા દ્વારા ટ્રેડમાર્કનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં તેમના વતીની અરજીમાં કોર્પોરેશન સહીત કુલ ત્રણ જેટલા પક્ષકારોની સામે ૧૦ કરોડ રૂપિયાનો વળતર આપવાની રજુઆત કરી હતી અને અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો કન્સેપટ અરજદારનો હતો એવું તેમણે અરજીમાં કોર્ટને
Jan 26, 2019, 18:24 IST

અટલ સમાચાર,અમદાવાદ
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને મામલે કોમર્શિયલ કોર્ટમાં કેસ દાખલ થયો હતો. અરજદાર વિશાલ દેસાઈના વકીલ ઋષાંગ મહેતા દ્વારા ટ્રેડમાર્કનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં તેમના વતીની અરજીમાં કોર્પોરેશન સહીત કુલ ત્રણ જેટલા પક્ષકારોની સામે ૧૦ કરોડ રૂપિયાનો વળતર આપવાની રજુઆત કરી હતી અને અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો કન્સેપટ અરજદારનો હતો એવું તેમણે અરજીમાં કોર્ટને જણાવ્યું હતું. તેમના કન્સેપટ વાળા બેનર તેમજ હોર્ડિંગ્સને રિવરફ્રન્ટ પર મુકવામાં આવ્યા હતા. જેને લઈને તેમણે વાન્ધો ઉઠાવ્યો હતો અને આ માટે તેમણે ભૂતકાળમાં કોર્પોરેશન તેમજ અન્ય બીજા જવાબદાર પર્શનને લીગલ નોટિસ પણ મોકલી હતી.