પાટણ ખાતે ઉતરાયણ દરમ્યાન પક્ષી બચાઓ અભિયાન કેમ્પ યોજાશે

અટલ સમાચાર,પાટણ ઉતરાયણનું પર્વ આમતો દરેક લોકો માટે આનંદ-ઉમંગનું પર્વ રહે છે. પરંતુ લોકોની આ મજા કયારેક નિર્દોષ પંખીઓ માટે બની શકે છે મોતની સજા, તો કયારેક પતંગના દોરા ચાંચ પગ કે પાંખોમાં વિંટળાઇ જવાથી કેટલાક પંખીઓ મોતના મુખમાં હોમાઇ જાય છે. ઉતરાયણ પર્વમાં માંજાથી ઘવાયેલા પક્ષીઓનો જીવ બચાવવા ના આશયથી અબોલ જીવ સેવા ટ્રસ્ટ
 
પાટણ ખાતે ઉતરાયણ દરમ્યાન પક્ષી બચાઓ અભિયાન કેમ્પ યોજાશે

અટલ સમાચાર,પાટણ

ઉતરાયણનું પર્વ આમતો દરેક લોકો માટે આનંદ-ઉમંગનું પર્વ રહે છે. પરંતુ લોકોની આ મજા કયારેક નિર્દોષ પંખીઓ માટે બની શકે છે મોતની સજા, તો કયારેક પતંગના દોરા ચાંચ પગ કે પાંખોમાં વિંટળાઇ જવાથી કેટલાક પંખીઓ મોતના મુખમાં હોમાઇ જાય છે. ઉતરાયણ પર્વમાં માંજાથી ઘવાયેલા પક્ષીઓનો જીવ બચાવવા ના આશયથી અબોલ જીવ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા હર વર્ષની જેમ આ વર્ષે પણ ઘાયલ પક્ષીઓની સારવારનો કેમ્પ રાખવામાં આવેલ છે. જેનો ફોન નં.૯૯૦૪૧૧૩૫૬૬ છે.તેમ અબોલ જીવ સેવા ટ્રસ્ટ પાટણના પ્રમુખ રાજુભાઇ રાવળે જણાવ્યું હતુ.