ઉત્તમ@સિધ્ધપુર: બાઇકચાલકોને દંડ ફટકારવાની વચ્ચે પોલીસે હેલ્મેટ વિતરણ કર્યા

અટલ સમાચાર,સિધ્ધપુર (હર્ષલ ઠાકર) કોરોના મહામારી વચ્ચે સિધ્ધપુરમાં પોલીસની સરાહનિય કાર્યવાહી સામે આવી છે. વર્તમાનમાં ચાલી રહેલી પોલીસની હેલ્મેટ ડ્રાઇવ વચ્ચે સિધ્ધપુરમાં બાઇકચાલકોને મફતમાં હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યુ છે. પોલીસે હાઇવે પરથી પસાર થતાં 30 ટુ-વ્હીલર ચાલકોને રોકી દંડ કરવાને બદલે અકસ્માતમાં બચવા માટે હેલ્મેટની આવશ્યકતા સમજાવી મફત હેલ્મેટ વિતરણ કર્યા હતા. અટલ સમાચાર આપના
 
ઉત્તમ@સિધ્ધપુર: બાઇકચાલકોને દંડ ફટકારવાની વચ્ચે પોલીસે હેલ્મેટ વિતરણ કર્યા

અટલ સમાચાર,સિધ્ધપુર (હર્ષલ ઠાકર)

કોરોના મહામારી વચ્ચે સિધ્ધપુરમાં પોલીસની સરાહનિય કાર્યવાહી સામે આવી છે. વર્તમાનમાં ચાલી રહેલી પોલીસની હેલ્મેટ ડ્રાઇવ વચ્ચે સિધ્ધપુરમાં બાઇકચાલકોને મફતમાં હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યુ છે. પોલીસે હાઇવે પરથી પસાર થતાં 30 ટુ-વ્હીલર ચાલકોને રોકી દંડ કરવાને બદલે અકસ્માતમાં બચવા માટે હેલ્મેટની આવશ્યકતા સમજાવી મફત હેલ્મેટ વિતરણ કર્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તમ@સિધ્ધપુર: બાઇકચાલકોને દંડ ફટકારવાની વચ્ચે પોલીસે હેલ્મેટ વિતરણ કર્યા

પાટણ જીલ્લાના સિધ્ધપુરમાં આજે જિલ્લા હેડક્વાર્ટર ડીવાયએસપી જે.ટી.સોનારા ,સિદ્ધપુર ડીવાયએસપી સી.એલ.સોલંકી સહિત જિલ્લા ટ્રાફિક પોસઇ કે.જે.ગૌસ્વામી અને પોલીસ ટીમ દ્વારા એક અનોખી ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી. જેમાં હાઇવે પર હેલ્મેટ વગર ચલાવતા 30 જેટલા ટુ-વ્હીલર ચાલકોને રોકી દંડ કરવાને બદલે અકસ્માતમાં બચવા માટે હેલ્મેટની આવશ્યકતા વિશે સમજણ આપી મફત હેલ્મેટ વિતરણ કર્યા હતા.

ઉત્તમ@સિધ્ધપુર: બાઇકચાલકોને દંડ ફટકારવાની વચ્ચે પોલીસે હેલ્મેટ વિતરણ કર્યા
જાહેરાત

પોલીસ દ્વારા હેલ્મેટ નહી પહેરવા અંગે દંડની પાવતી આપવાને બદલે હેલ્મેટ આપી પોતાની અક્ષમ્ય ભૂલ સુધારવાની તક પુરી પાડવા બદલ તમામ ટુ-વ્હીલર ચાલકોએ પોલીસની આ અનોખી પહેલને આવકારી ભવિષ્યમાં હેલ્મેટ વગર ટુ-વ્હીલર નહિ ચલાવીએ તેવો પ્રતિભાવ આપ્યો હતો.

ઉત્તમ@સિધ્ધપુર: બાઇકચાલકોને દંડ ફટકારવાની વચ્ચે પોલીસે હેલ્મેટ વિતરણ કર્યા

આ અંગે જિલ્લા હે.કવા.,ડીવાયએસપી જે.ટી.સોનારાએ જણાવ્યું કે, રાજ્યના ડીજીપીની સૂચના મુજબ વાહન ચાલકોમાં ટ્રાફિક અવેરનેસ આવે તે માટે સમયાંતરે ટ્રાફિક ડ્રાઈવ કરાતી હોય તે મુજબ આજરોજ સિદ્ધપુર હાઇવે પર જિલ્લા ટ્રાફિકના સૌજન્યથી ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરે અને પહેરાવે તે માટે જાગૃતિ આવે તે માટે જરૂરિયાત વાળા 30 લોકોને મફત હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા છે.