ઉત્તર ગુજરાતમાં ભર શિયાળે ધૂળિયું વાતાવરણ: ઠંડા પવનો સાથે ડમરી

અટલ સમાચાર, મહેસાણા ઉત્તર ગુજરાતમાં ગુરુવારે વહેલી સવારથી જ વાતાવરણમાં એકદમ ઠંડી અને ધૂળની ડમરીઓ જોવા મળી રહી છે. દિવસભર ઠંડા પવનો સાથે નાની-નાની આંધી જેવી પરિસ્થિતિને કારણે રહીશોને શિયાળામાં પણ ઉનાળા નો અનુભવ થઇ રહ્યો છે. શિયાળાની ઊતરતી સિઝનમાં ઠંડી સાથે ઉનાળાની ડમરીઓ ઊભી થઈ છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વાતાવરણ
 
ઉત્તર ગુજરાતમાં ભર શિયાળે ધૂળિયું વાતાવરણ: ઠંડા પવનો સાથે ડમરી

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાતમાં ગુરુવારે વહેલી સવારથી જ વાતાવરણમાં એકદમ ઠંડી અને ધૂળની ડમરીઓ જોવા મળી રહી છે. દિવસભર ઠંડા પવનો સાથે નાની-નાની આંધી જેવી પરિસ્થિતિને કારણે રહીશોને શિયાળામાં પણ ઉનાળા નો અનુભવ થઇ રહ્યો છે.

શિયાળાની ઊતરતી સિઝનમાં ઠંડી સાથે ઉનાળાની ડમરીઓ ઊભી થઈ છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. ગુરુવારે સવારથી ઠંડા પવન સાથે ધુળની ડમરીઓ બની રહી છે. સવારથી સતત થોડી મિનિટોના અંતરાલમાં મિનિ આંધી જેવા વાતાવરણથી રહીશો અકળાઈ રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજસ્થાન સહિત ઉત્તર ભારતના વાતાવરણમાં પલટો આવ્યો હોવાથી ઉત્તર ગુજરાત અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં તેની અસર થઈ રહી છે. શિયાળાની હાડ થીજવતી ઠંડીમાં ઉનાળાની ધૂળ મિશ્ર થતાં રહીશોને ડબલ ઋતુનો માર પડ્યો છે.