ઘટસ્ફોટ: ઉત્તર ગુજરાતનાં ગામોમાં જાહેર શૌચાલયનો રિપોર્ટ ચોંકાવનારો

અટલ સમાચાર, મહેસાણા ગામડાઓમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સૌપ્રથમ ઘેર ઘેર શૌચાલય ઉભા કરવામાં આવ્યા હતા. આ પછીના તબક્કામાં કચરાના નિકાલ સાથે જાહેર શૌચાલય તૈયાર કરવા નક્કી કર્યું છે. જેમાં ઉત્તર ગુજરાતના ગ્રામજનોને જાહેર શૌચાલય આજે પણ એક સપનું હોવાનું સામે આવ્યું છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જે તે
 
ઘટસ્ફોટ: ઉત્તર ગુજરાતનાં ગામોમાં જાહેર શૌચાલયનો રિપોર્ટ ચોંકાવનારો

અટલ સમાચાર, મહેસાણા

ગામડાઓમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સૌપ્રથમ ઘેર ઘેર શૌચાલય ઉભા કરવામાં આવ્યા હતા. આ પછીના તબક્કામાં કચરાના નિકાલ સાથે જાહેર શૌચાલય તૈયાર કરવા નક્કી કર્યું છે. જેમાં ઉત્તર ગુજરાતના ગ્રામજનોને જાહેર શૌચાલય આજે પણ એક સપનું હોવાનું સામે આવ્યું છે.

ઘટસ્ફોટ: ઉત્તર ગુજરાતનાં ગામોમાં જાહેર શૌચાલયનો રિપોર્ટ ચોંકાવનારો

મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જે તે ગામના સરપંચ અને તલાટીઓને જાહેર શૌચાલય અંગે સૂચિત કરાયાં હતાં. જેમાં મિટિંગ અને બેઠકો કરી દરખાસ્ત મોકલી આપવા જણાવ્યું હતું. ડીઆરડીએ નિ:શુલ્ક બનાવી આપતી છતાં આંગળીના વેઢે ગણાય તેટલી દરખાસ્તો પણ આવી નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના 2500થી વધુ ગામો પૈકી આજે પણ 99% ટકા ગામોમાં જાહેર શૌચાલય નથી. ગ્રામ વિકાસ એજન્સી માત્ર શૌચાલય બનાવી આપે પરંતુ તેની જાળવણી સહિતની જવાબદારી ગ્રામ પંચાયતની આવે છે. જાળવણી માટેની કોઈ ગ્રાન્ટ ન હોવાથી ગ્રામ પંચાયતને ખર્ચ કરવાનો થાય છે.

ગ્રામ પંચાયતો પાસે ભંડોળ કે મોટી આવક ન હોવાથી નાણાંભીડનો સામનો કરી રહી છે. ગ્રામ પંચાયતોની નાણાં અંગેની દલીલ સાંભળી ગ્રામ વિકાસ એજન્સી કંઈ કરવા અસમર્થ બની છે. આવી સ્થિતિમાં ગામનાં જાહેર કાર્યક્રમોમાં આવનારને શૌચાલય વિના દોડધામ થાય છે. જ્યારે કિશોરી અને મહિલાઓને પણ મુંઝવણ થાય છે.