ગામડાઓમાં યોજનાની જાણકારીના બોર્ડ લગાવવાની ડેડલાઇન પૂર્ણ: ઉ.ગુમા 50% બાકી 

અટલ સમાચાર, મહેસાણા કેન્દ્રની રાજ્યને, રાજ્યની જિલ્લાને અને જિલ્લાની તાલુકા પંચાયતને તાત્કાલિક બોર્ડ લગાવી દેવા સુચના કેન્દ્ર સરકાર આગામી લોકસભાની પૂર્વતૈયારી અથવા તો કોઇ અન્ય કારણસર ગામડાઓમાં વિકાસની વિવિધ યોજનાના બોર્ડ લગાવવાથી રહી છે. રાજ્ય સરકારોને અપાયેલ આદેશથી જિલ્લા પંચાયતને વારંવાર ડેડલાઇન અપાઈ રહી છે. જે સંદર્ભે ઉત્તર ગુજરાતમાં 50 ટકાથી વધુ ગામોમાં પ્રચાર-પ્રસારના બોર્ડ
 
ગામડાઓમાં યોજનાની જાણકારીના બોર્ડ લગાવવાની ડેડલાઇન પૂર્ણ: ઉ.ગુમા 50% બાકી 

અટલ સમાચાર, મહેસાણા

કેન્દ્રની રાજ્યને, રાજ્યની જિલ્લાને અને જિલ્લાની તાલુકા પંચાયતને તાત્કાલિક બોર્ડ લગાવી દેવા સુચના

કેન્દ્ર સરકાર આગામી લોકસભાની પૂર્વતૈયારી અથવા તો કોઇ અન્ય કારણસર ગામડાઓમાં વિકાસની વિવિધ યોજનાના બોર્ડ લગાવવાથી રહી છે. રાજ્ય સરકારોને અપાયેલ આદેશથી જિલ્લા પંચાયતને વારંવાર ડેડલાઇન અપાઈ રહી છે. જે સંદર્ભે ઉત્તર ગુજરાતમાં 50 ટકાથી વધુ ગામોમાં પ્રચાર-પ્રસારના બોર્ડ લગાવવાના બાકી છે.

ગામડાઓમાં યોજનાની જાણકારીના બોર્ડ લગાવવાની ડેડલાઇન પૂર્ણ: ઉ.ગુમા 50% બાકી મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા તાલુકા પંચાયતને સૂચના આપી ઝડપથી ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન હેઠળના બોર્ડ લગાવવા જણાવવામાં આવી રહ્યું છે. ડિસેમ્બર સુધી કામ પૂર્ણ કરવાની ડેડલાઇન છતાં ૫૦ ટકા કામ બાકી છે. કેન્દ્ર સરકારે ત્રણ કેટેગરી પૈકી કોઈ એકમાં મહત્તમ 50 થી 55 હજારનો ખર્ચ કરી બોર્ડ લગાવી દેવા કહ્યું છે. જેની જવાબદારી તાલુકા પંચાયત ઉપર હોય નાણાપંચમાં ખર્ચ પાડી સંબંધિત તલાટી અને સરપંચને કહેવામા આવ્યુ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બોર્ડની ડેડલાઇન નક્કી છે પરંતુ દરેક જિલ્લા પંચાયતમાં તેનો ખર્ચ અલગ અલગ થઈ રહ્યો છે. ગ્રામ પંચાયતને સ્વતંત્રતા છે પરંતુ સામુહિક ઓર્ડર લેવા વચેટિયા દ્વારા કટકી થતી હોવાની બુમરાણ ઊઠી છે. ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાના સરેરાશ ૨૫૦૦ ગામોમાં બોર્ડનો ખર્ચ ૧૨ કરોડથી વધી જાય તેમ છે. એક જિલ્લામાં બેથી ત્રણ કરોડના કામમાં રાજકીય, વહીવટી અને સંસ્થાકીય મથામણ થતી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું