ઉત્તર પ્રદેશઃ આનંદીબેન પટેલને બનાવાયા રાજ્યપાલ, મધ્યપ્રદેશમાંથી ટ્રાન્સફર
અટલ સમાચાર, ડેસ્ક રાષ્ટ્રપતિ દ્વારા આનંદીબેન પટેલને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમવામાં આવ્યા છે. આ સાથે મધ્યપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળમાં પણ નવા રાજ્યપાલની રાષ્ટ્રપતિ ભવનની વેબસાઈટ ઉપર જાહેરાત કરાઈ છે. મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની ટ્રાન્સફર કરીને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. બિહારના રાજ્યપાલ લાલજી ટંડનને ટ્રાન્સફર કરી મધ્ય પ્રદેશના રાજ્યપાલ નિમવામાં આવ્યા છે.
Jul 20, 2019, 13:42 IST

અટલ સમાચાર, ડેસ્ક
રાષ્ટ્રપતિ દ્વારા આનંદીબેન પટેલને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમવામાં આવ્યા છે. આ સાથે મધ્યપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળમાં પણ નવા રાજ્યપાલની રાષ્ટ્રપતિ ભવનની વેબસાઈટ ઉપર જાહેરાત કરાઈ છે.
મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની ટ્રાન્સફર કરીને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. બિહારના રાજ્યપાલ લાલજી ટંડનને ટ્રાન્સફર કરી મધ્ય પ્રદેશના રાજ્યપાલ નિમવામાં આવ્યા છે. લાલજી ટંડનને બદલે ફગુ ચૌહાણને બિહારના રાજ્યપાલ તરીકે નિમવામાં આવ્યા છે.
આ ઉપરાંત જગદીપ ધનખરને પશ્ચિમ બંગાળ અને રમેશ વૈશ્યને ત્રિપુરાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આર.એન. રવિને નાગાલેન્ડના રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી છે. નવા રાજ્યપાલોની નિમણૂકની જાહેરાત રાષ્ટ્રપતિ ભવનની વેબસાઇટ પર આપવામાં આવી છે