ઉત્તરાખંડઃ ગ્લેશિયર તૂટવાનું શુ કારણ હશે? શું છે ગ્લેશિયર દેખરેખની પદ્ધતિ?

અટલ સમાચાર, ડેસ્ક 2013માં કેદારનાથમાં થયેલી ભયાનક કુદરતી આફતની યાદો હજી ધૂંધળી નહોતી થઈ કે ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાના કારણે સર્જાયેલા વિનાશથી ભયંકર સ્થિતિ ઉભી થઈ છે. અનુમાન મુજબ, ગ્લેશિયર તૂટવાથી આવેલી આફતથી અત્યાર સુધીમાં 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે સેંકડો ગુમ થયા છે. આ કુદરતી આપત્તિ પાછળના કયા કારણો હશે, તેનું વિશ્લેષણ
 
ઉત્તરાખંડઃ ગ્લેશિયર તૂટવાનું શુ કારણ હશે? શું છે ગ્લેશિયર દેખરેખની પદ્ધતિ?

અટલ સમાચાર, ડેસ્ક

2013માં કેદારનાથમાં થયેલી ભયાનક કુદરતી આફતની યાદો હજી ધૂંધળી નહોતી થઈ કે ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાના કારણે સર્જા‍યેલા વિનાશથી ભયંકર સ્થિતિ ઉભી થઈ છે. અનુમાન મુજબ, ગ્લેશિયર તૂટવાથી આવેલી આફતથી અત્યાર સુધીમાં 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે સેંકડો ગુમ થયા છે. આ કુદરતી આપત્તિ પાછળના કયા કારણો હશે, તેનું વિશ્લેષણ પણ ખૂબ મહત્વનું છે. હવામાન શાસ્ત્રીઓના મતે આ દુર્ઘટના પાછળનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિગ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ખાનગી હવામાન આગાહી એજન્સી સ્કાયમેટના મુખ્ય વૈજ્ઞાનિક મહેશ પલાવતે ન્યૂઝ 18 હિન્દી સાથેની વિગતવાર વાતચીતમાં આ વિશે અનેક તથ્યો કહ્યા છે. તેમણે કહ્યું કે, આ આપત્તિ પાછળ દેખીતી રીતે ગ્લોબલ વોર્મિંગ એક મોટું કારણ રહ્યું છે. તેમનું આકલન કહે છે કે, હાલમાં ઉત્તરાખંડમાં 3થી 5 ફેબ્રુઆરી વચ્ચે તાજી બરફવર્ષાને કારણે ગ્લેશિયર પર ઘણો બરફ પડ્યો હતો. આવી આકાશ અને હવામાન સ્પષ્ટ થતા અને સારી રીતે સૂર્યપ્રકાશ નીકળવાના કારણે, ગ્લેશિયરની નીચેની પરત ઘણું વજન આવી જાય છે. તેનાથી ગ્લેશિયરમાં તિરાડો પડી જાય છે. આમાં નીચેની પરત નબળી થવાના કારણે અને પીઘળવાના કારણે ગ્લેશિયર તૂટવાની સ્થિતિ બનવી આની પાછળનું મુખ્ય કારણ હોય તેવી સંભાવના છે.

જ્યારે ગ્લેશિયરનો મોટો ભાગ પર્વત પરથી ખુબ ઝડપથી નીચે આવે છે, તેની સાથે માટી, પત્થર અને અન્ય તત્વો પણ ઝડપથી નદીમાં આવે છે, જેના કારણે પાણીનોની ગતીમાં વધારો થાય છે, જેની અપેક્ષા ન કરી શકાય. તેથી, શરૂઆતના કેટલાક કલાકોમાં જે જે વિસ્તારથી તે ગુજરે છે, તે વિનાશક તાબાહી મચાવે છે. જોકે, તેની ગતિ ધીરે ધીરે ઓછી થાય છે.

ગ્લેશિયર્સ પર ક્યારે અને કેવી રીતે આપત્તિની આવી સ્થિતિ ઉભી થાય છે તેના જવાબમાં તેઓ કહે છે કે, હવામાન વિભાગ દ્વારા ગ્લેશિયર્સનું નિયમિત નિરીક્ષણ કરવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનામાં ગ્લેશિયર કેટલું ઓગળ્યું છે અથવા વધ્યું છે તે બતાવે છે, અને આ સેટેલાઇટ ઇમેજરિ અને રિમોટ સેન્સિંગ દ્વારા કરવામાં આવે છે. આ રીતે સતત નિરીક્ષણ કરી, ગ્લેશિયરનો વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવે છે.