આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,વડગામ (જગદીશ શ્રીમાળી)

વડગામ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા “દિકરી દીવસ” અને મહિલા સશક્તિકરણ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાહ કે.એચ.હાઇસ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાઇ હતી. પિલુચા પીએચસીના ડૉ.ગીતાબેન ઠાકર દ્વારા રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું હતું.

રેલીમાં પ્રિન્સિપાલ એમ.એસ.મોઢ,તેમજ રીટાબેન.કે.ડગળા, આરોગ્ય સ્ટાફ , પાચડા પીએચસીના મેડીકલ ઓફિસર, કાલેડા ટીએમપીએચએસ હસમુખભાઇ જોષી, એમ.એ.ડોડીયા સહીત હાજર રહ્યા હતા. રેલીમાં “બેટી બચાવો” બેટી પઢાઓ, દિકરી દીકરો એક સમાન, સ્ત્રીભુણ હત્યા મહાપાપ, ગર્ભપરીક્ષણ કાનુની અપરાધ સહિત ના સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં રેલી પિલુચા ગામમાં ફરી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code