વડગામ: ટીબાચૂડીમાં સરપંચની પેટાચૂંટણીમાં ગીતાબેન પરમારની બિનહરીફ વરણી

અટલ સમાચાર, વડગામ (જગદીશ શ્રીમાળી) વડગામ તાલુકાના ટીબાચૂડી ગામમાં સામાન્ય બેઠક ઉપરથી ચુંટાયેલ મહીલા સરપંચે અઢી વર્ષ જેટલા સમયગાળા દરમિયાનમાં જ રાજીનામું આપી દેતાં ટીમ્બાચુડી ગામમાં પેટા ચૂંટણી માટેની નોબત આવી હતી. જેને લઇને તંત્રને પેટાચૂંટણી યોજવાની ફરજ પડતાં સરપંચ માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. ગામોમાંથી ત્રણ મહિલાઓના ઉમેદવારી ફોર્મ પણ ભરાયાં હતાં. પરંતુ આખરે
 
વડગામ: ટીબાચૂડીમાં સરપંચની પેટાચૂંટણીમાં ગીતાબેન પરમારની બિનહરીફ વરણી

અટલ સમાચાર, વડગામ (જગદીશ શ્રીમાળી)

વડગામ તાલુકાના ટીબાચૂડી ગામમાં સામાન્ય બેઠક ઉપરથી ચુંટાયેલ મહીલા સરપંચે અઢી વર્ષ જેટલા સમયગાળા દરમિયાનમાં જ રાજીનામું આપી દેતાં ટીમ્બાચુડી ગામમાં પેટા ચૂંટણી માટેની નોબત આવી હતી. જેને લઇને તંત્રને પેટાચૂંટણી યોજવાની ફરજ પડતાં સરપંચ માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. ગામોમાંથી ત્રણ મહિલાઓના ઉમેદવારી ફોર્મ પણ ભરાયાં હતાં. પરંતુ આખરે ગામના આગેવાનોએ એકત્રિત બનીને ગ્રામજનોને સમજાવીને ગામલોકોની એકતા જળવાઈ રહે તેવા આશયથી ગામમાં સરપંચની પેટાચૂંટણી બિનહરીફ કરવા પ્રયત્નો કરાયા હતા.

મહીલા સરપંચ માટેની બેઠક સામાન્ય હોવા છતાં પણ સરપંચની પેટાચૂંટણીમાં દલીત મહિલા નામે પરમાર ગીતાબેન અમરતભાઈની બિનહરીફ સરપંચ પદે વરણી કરીને ગામોમાં ભાઇચારા સાથે ગામની એકતાના દર્શન કરાવ્યા હતા. જેને લઇ સમગ્ર ગામમાંમાં ખુશીની લહેર ફરી વળી હતી અને નવા બનેલા
સરપંચ એ ગ્રામજનોનો અને સરકારી અધિકારીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.