વડગામઃમાણસાઈ ભુલાઈ, બાવલચુડીમાં વૃધ્ધા પર હૂમલો

અટલ સમાચાર, વડગામ વડગામ તાલુકાના બાવલચુડીમાં ખેતીકામ સાથે જાડાયેલા એક પરીવારના વિધવા વૃધ્ધ મહિલાને ગામના કેટલાક ઈસમોએ ધોકાથી માર મારી તેમજ તેમના પરીવારના સભ્યોને પણ માર મારી ધમકી આપી હોવાની ફરીયાદ છાપી પોલીસ મથકે નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે. ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના બાવલચુડી ગામે રહેતા અમરતભાઈ પ્રજાપતિ
 
વડગામઃમાણસાઈ ભુલાઈ, બાવલચુડીમાં વૃધ્ધા પર હૂમલો

અટલ સમાચાર, વડગામ

વડગામ તાલુકાના બાવલચુડીમાં ખેતીકામ સાથે જાડાયેલા એક પરીવારના વિધવા વૃધ્ધ મહિલાને ગામના કેટલાક ઈસમોએ ધોકાથી માર મારી તેમજ તેમના પરીવારના સભ્યોને પણ માર મારી ધમકી આપી હોવાની ફરીયાદ છાપી પોલીસ મથકે નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના બાવલચુડી ગામે રહેતા અમરતભાઈ પ્રજાપતિ સાંજના સુમારે ઘરે હાજર હતા તે વખતે તેમના ઘરના નજીક રહેતા દશરથજી દોલસંગજી ઠાકોર ઘર આગળ આવી અપશબ્દો બોલી કહેવા લાગેલા કે અમોને છોકરાનું ઉપરાણુ લઈને કેમ કહો છો તેમ કહેતા અમરતભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા તેમના ભાઈ ગંભીરજી દોલસંગજી ઠાકોરે તેમના ભત્રીજા જેમલજી અમરાજી તથા રોહિતજી ઉદેસીંગ ઉશ્કેરેલ અને રોહિતજીએ તેના હાથમાનો ધોકો લઈ આવતા અમરતભાઈના માતાજી સમુબેન તેઓને સમજાવવા જતા રોહિતજીએ તેઓને હાથ પર ધોકાથી માર માર્યો હતો. અને જેમલજી હાથમાં લાકડી લઈ આવેલ તે વખતે અમરતભાઈના ભાભી મંજુબેન વચ્ચે છોડાવવા પડતા તેઓને જેમલજીએ ગડદાપાટુનો માર્યા હતા. તેમજ દશરથજી દોલસંગજી તથા ગંભીરજીનાઓ ઉશ્કેરણી કરી કહેલ કે જાનથી મારી નાંખવાના છે તેમ કહેતા હોબાળો થતા મધુબેન પ્રજાપતિ તથા ભત્રીજા મયુરભાઈ આવી જતા આ લોકો ત્યાંથી જતા રહેલા અને જતા જતા જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હોવાની ફરીયાદ છાપી પોલીસ મથકે નોંધાવતા પોલીસે ફરીયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.