આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, વડગામ

વડગામ તાલુકાના મેમદપુર જિલ્લા પંચાયત સીટમાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 138.68 મીટરની સપાટીએ ભરાયો છે ત્યારે ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વ નેતા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે  નમામિ દેવી નર્મદે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિન સક્સેનાના વરદ હસ્તે મેમદપુર ગામના સતી માતા મંદિરની પાસે તળાવમાં માંં નર્મદા મૈયાને યાદ કરી તળાવની પૂજા તથા શ્રીફળ અર્પણ કરી મહાઆરતી કરવામાં આવી હતી. રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં ગ્રામજનો, પ્રાથમિક શાળાના બાળકો, કર્મચારીગણ, શિવજીના મંદિરના પ્રાંગણમાં સભા કરવામાં આવી હતી. જ્યાં પ્રા.શાળાની બાળાઓએ નર્મદા મૈયાનો ગરબો, કવિતા રજૂ કરી હતી.

મેમદપુર જિલ્લા પંચાયત સીટ તથા ગામ લાકોએ ઉમળકાભેર શુભેચ્છાઓ પાઠવી હતી. સેવાદિન તરીકે મેમદપુર સીએચસી દવાખાનામાં દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મેમદપુર સીટના ઇન્ચાર્જ રામજીભાઈ કરેણ, સરપંચ મંગુબેન ભાટીયા, મેમદપુર તા.પં સદસ્ય રાજુજી રાઠોડ, ટીપીઓ દેશમુખ, આગેવાનો સર્વ મોબતાજી રાઠોડ, લક્ષમણસિહ રાઠોડ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં અને સૌને મેઘલાડુ આપીને મોં મીઠું કરાવ્યું હતું.

18 Sep 2020, 9:36 AM (GMT)

COVID-19 Global Stats

30,373,761 Total Cases
950,965 Death Cases
22,058,079 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code