વડગામ: પંથકમા અચાનક પવન સાથે વરસાદી ઝાપટુ
અટલ સમાચાર,વડગામ બનાસકાંઠા સહિત ઉ.ગુજરાતમાં મંગળવારે અચાનક વાતારણમાં પલટો જોવા મળયો હતો. જેમાં મોટાભાગના શહેરોમાં વરસાદ પણ પડયો હતો. વડગામ પંથકમા મંગળવારે બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયુ હતુ. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાય ગયા હતા તેમજ પવન સાથે જ અચાનક વરસાદી ઝાપટુ પડ્યુ હતુ. જેના કારણે ઠંડકનો માહોલ સર્જાયો હતો. મહત્વનું છે કે, આકાશમાં કાળા
                                          Feb 26, 2019, 17:54 IST
                                            
                                        
                                     
 અટલ સમાચાર,વડગામ
બનાસકાંઠા સહિત ઉ.ગુજરાતમાં મંગળવારે અચાનક વાતારણમાં પલટો જોવા મળયો હતો. જેમાં મોટાભાગના શહેરોમાં વરસાદ પણ પડયો હતો.
 વડગામ પંથકમા મંગળવારે બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયુ હતુ. આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાય ગયા હતા તેમજ પવન સાથે જ અચાનક વરસાદી ઝાપટુ પડ્યુ હતુ. જેના કારણે ઠંડકનો માહોલ સર્જાયો હતો. મહત્વનું છે કે, આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાતા ખેડુતોના જીવ પડીકે બંધાયા હતા. વડગામ પંથકમાં ખેડૂતો દ્રારા ઉગાડવામાં આવેલા બટાટાને નુકશાન થાય તેવો ભય ઉદભવી રહ્યો છે.

