આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,વડગામ

ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા અને વાર્ષિક દોઢ લાખની આવક ધરાવતા પરિવારોના વિધાર્થીઓ માટે નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશિપ યોજના અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાત રાજ્યની ૫0૯૮ બેઠકો માટે મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવ્યુ હતુ. જેમા ધોરણ ૯ થી ૧૨ સુધી દર વર્ષે ૧૨૦૦૦ રૃપિયા સ્કોલરશિપ આપવામાં આવતી હોય છે. ૨૦૧૮ ની પરિક્ષામાં થુવર પ્રાથમિક શાળા ના ૨૦ વિધાર્થીઓ ક્વોલિફાય થયા હતા. જેમા ગમાર અંબાબેન મણાભાઇની મેરીટમાં પસંદગી થતા થુવર પ્રાથમિક શાળા તથા ગામનું આનંદનું વાતાવરણ સર્જાયુ હતુ. થુવર પ્રાથમિક શાળાના ઇનોવેટીવ શિક્ષક અતાઉલ્લા.આર.ઉમતિયા દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામા આવ્યુ હતું. કુમારી ગમાર અંબાબેનની પસંદગી થતા શાળા પરિવાર, એસ.એમ.સી તથા ગ્રામજનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code