વડગામઃ થુવર ગામે વિજયેશ્વર મહાદેવ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
અટલ સમાચાર, વડગામ વડગામના થુવર ગામે ઠાકોર સમાજ તથા ગ્રામજનો દ્વારા વિજયેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨ માર્ચથી ૪ માર્ચ સુધી યોજાયો હતો. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જલયાત્રા, ભજનસંધ્યા, યજ્ઞ તથા ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજુ-બાજુના વિસ્તારના લોકોએ પણ લાભ લીધો હતો. તથા દાતાઓ દ્વારા
Mar 4, 2019, 18:28 IST

અટલ સમાચાર, વડગામ
વડગામના થુવર ગામે ઠાકોર સમાજ તથા ગ્રામજનો દ્વારા વિજયેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨ માર્ચથી ૪ માર્ચ સુધી યોજાયો હતો. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જલયાત્રા, ભજનસંધ્યા, યજ્ઞ તથા ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજુ-બાજુના વિસ્તારના લોકોએ પણ લાભ લીધો હતો. તથા દાતાઓ દ્વારા દાનની સરવાણી વહાવી હતી.