આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, વડગામ (જગદીશ શ્રીમાળી)

વડગામ તાલુકાના નગાણા ગામમાં ૭/૦૬/૨૦૧૯ના રોજ ૭ ગામોમાં ગ્રામસભાના ભાગરૂપે નગાણા ગામમાં બનાસકાંઠા જીલ્લા પંચાયત સદસ્ય અશ્વિન સકસેના અને મામલતદાર આર.સી.ઠાકોરની ઉપસ્થિતમાં ગ્રામસભા યોજાઇ હતી. જેમાં ગામના આગેવાનોમાં હયાતખાન બિહારી, પ્રહલાદજી ઠાકોર, રણછોડજી પરમાર, વાધાજી રાજપુત, વિરજીભાઇ ચૌધરી, ગુલાબજી રાજપુત, તલાટી ફલજીભાઇ ચૌધરી, આંગણવાડી કાર્યકર, આશાવર્કર તથા ગામલોકો મોટી સંખ્યામાં હાજર રહીને રજુઆતો કરાઇ હતી.

જેમાં અશ્ચિન સકસેનાએ જણાવ્યું કે સરકાર આપના આંગણે આવી છે ત્યારે આપણે સરકારની વિવિધ યોજનાઓ ગરીબ વર્ગના સાચા લાભાર્થીને લાભ આપવા વિનંતી કરવી જોઇએ અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગામના બાકી લાભાર્થીઓ ને લાભ આપવા જણાવ્યુ હતુ. તેમણે વધુ ઉમેર્યુ હતુ કે, સરકારની ખેડુત લક્ષી યોજનાઓ, આંગણવાડી બાળકોની યોજનાઓ, જન્મથી મરણ સુધી ગુજરાત સરકાર આપણને સહાય કરે છે. ગ્રામસભાની તમામ રજુઆતો સરકાર સુધી પહોંચાડીને ગામના કામો થાય તેવા પ્રયાસો કરાશે તેવું જણાવ્યું હતું.

કયા કયા વિકાસના કામો કરવા ગ્રામજનોએ રજૂઆત કરી ?

(૧) નગાણા થી પાલડી,ઉમરેચા, નાંદોત્રા પાકો રસ્તો

(ર) હીરવાણી થી મેગાળ ધરોઇ કેનાલ બનાવવાનુ કામ

(3) કોલોની પરા વિસ્તારમાં સી.સી.રોડ બનાવવા અંગે

(૪) નગાણા હાઈવે રોડથી ડેરી સુધી રોડની બંને બાજુ પેવર બ્લોકનુ કામ

(૫) સફાઇ કામગીરી નિયમિત કરવા બાબત

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code