આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, વડગામ (જગદિશ શ્રીમાળી)

વડગામમાં આવેલી બ્લોક હેલ્થ કચેરી ખાતે વિશ્વ વસ્તી દિનની ઉજવણી અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનુ પ્રસ્થાન ડૉ.પી.આર.ચૌધરી, ધાનેરા તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા લીલી ઝંડી આપી રેલી નું પ્રસ્થાન કરાવ્યું હતું. રેલી વડગામ બસ સ્ટેન્ડથી વડગામ બજારના જાહેર માર્ગો ઉપર ફરી હતી.

add bjp

રેલીમાં” નાનું કુટુંબ સુખી કુટુંબ”, બેટી બચાવો”, ભૂર્ણ હત્યા અટકાવો” જેવા સૂત્રોચ્ચાર કરાયા હતા. આ રેલીમાં તાલુકાના તમામ ફીમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર,તેમજ તાલુકા મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર ટી.એચ.વી. હિરવાની બેન સહિત આશા વર્કર બહેનો હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સુપર વાઇઝર હસમુખભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code