File Phto
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,વડગામ

લોકસભાની ચૂંટણીને લઇ રોજ નવા-નવા સમીકરણો સામે આવતા હોય છે. તો વળી મંગળવારે ઉ.ગુજરાતમાં બનાસકાંઠાના કાંકરેજની કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં ભંગાણ સર્જાયો હતો. જેમાં કોંગ્રેસના ૭ ડેલિગેટો સહિત પ૦૦૦ જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયાનો દાવો કરવામાં આવ્યો છે. તે વાતને હજી ગણતરીના કલાકો જ થયા છે ત્યા બનાસકાંઠાની વડગામ તાલુકા પંચાયતમાં આંતરિક મતભેદ ચરણસીમાએ પહોંચ્યો છે.

મળતી માહિતિ અનુસાર વડગામ તાલુકા પંચાયત કોંગ્રેસ હસ્તક છે. વડગામ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી વિરૂધ્ધ તાલુકા પંચાયતના સામાજીક ન્યાય સમિતિના ચેરમેને હડધુત કરાતા હોવાનો રજુઆત ઉચ્ચ કક્ષાએ કરતા વડગામના વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે.

વડગામ તાલુકાની છનિયાણા ૫ બેઠક પર છનિયાણાના રતિલાલ ચૌહાણ તા.પં.ના સદસ્ય તરીકે ચૂંટાયા હતા. તાલુકા પંચાયતમા કોગ્રેસની બહુમતિ હોવાથી કોગ્રેસ દ્રારા તા.પં ના સા. ન્યાય સમિતિના ચેરમેન પદે રતિલાલ ચૌહાણને બેસાડ્યા હતા. ન્યાય સમિતીના ચેરમેન દ્રારા ટીડીઓ વિરૂધ્ધ ઉચ્ચ કક્ષાએ લેખિત રજુઆત કરી જણાવ્યું છે કે, અમો ટીડીઓ જોડે કોઈ કામ માટે જઈએ તો અમારી સાથે અસભ્ય વર્તન કરીને અમોને ખરાબ અશબ્દો બોલી હડધૂત કરાય છે, ટીડીઓ તાલુકા પંચાયતમાં સમયસર હાજર પણ રહેતા ન હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. તાલુકા વિકાસ અધિકારી સાંજે પોતાના વતન જતા રહે છે અને હેડ ક્વાર્ટરમાં પણ હાજર રહેતા નથી. આ સિવાય પોતાના વતન જવા-આવવા માટે પણ સરકારી વાહનનો ઉપયોગ કરવામા આવતા હોવાના ચોકાવનારો આક્ષેપ કરાયો છે. આ સાથે પંચાયત ધારાની જોગવાઈ અનુસાર ચેરમેનને ટીડીઓ દ્વારા કોઈ નોટિસ આપવાનો અધિકાર નથી, છતાં પણ સ્પેશ્યલ કેસમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેનને નોટીસ આપીને રાજીનામાની માંગણી કરાઈ છે.

ચેરમેને વધુ આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, અમો લોકોના પ્રતિનિધિ હોવા છતાં ટીડીઓ દ્વારા અમોને માનસિક ત્રાસ આપવામાં આવે છે. લેન્ડ કમિટીની બેઠકમા મંજુર થયેલ પ્લોટોની સનદો અને અગાઉની સનદો અરજદારોને આપવામા આવતી નથી અને અરજદારોને ધમકાવીને કાઢી મૂકવામા આવતા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે. આ સાથે સામાજિક ન્યાય સમિતિની બેઠકમાં વિકાસ માટે લીધેલા ઠરાવોનું અમલીકરણ કરતા નથી, એજન્ડા ના મુદ્દાઓ મુજબ એજન્ડા કાઢતા નથી. ટીડીઓ મનસ્વી પણે એજન્ડા કાઢીને તાલુકા પંચાયતના પ્રમુખ, અધ્યક્ષ, ચેરમેન કે સદસ્યોને વિશ્વાસમાં લીધા વગર તાલુકા પંચાયતનો વહીવટ મનસ્વી પણે અને જો હુકમથી કરતા રહ્યા હોવાના પણ આક્ષેપ કરાયા છે.

ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી

ચેરમેને વધુ આક્ષેપો કરતા અને ચિમકી આપતા તેમણે જણાવ્યુ હતુ કે, આવા અમાનુષી વર્તન અને ત્રાસથી તંગ આવી ગયા છીએ, અમારી સામે કરવામાં આવેલા આક્ષેપો તદ્દન ખોટા અને પાયા વિહોણા છે. અને અમારી ઈજ્જત અને પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાની કોશિશ કરાઇ રહી છે, ત્યારે સરકાર દ્વારા જો હુકમી ચલાવતા વડગામ ટીડીઓના ત્રાસથી મુક્તિ અપાવવા લેખિતમાં આક્ષેપો કરી ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે અને તેમ છતાં ટીડીઓના વર્તનમાં કોઈ સુધારો નહીં થાય તો 10 દિવસમાં ગાંધી ચિંધ્યા માર્ગે આગળ કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

આ અંગે વડગામ ટીડીઓ શું કહે છે ?

સમગ્ર મામલે વડગામ ટીડીઓ એ.એચ.પરમારે જણાવ્યું હતું કે તાલુકા પંચાયતના ચેરમેનનું સરકારી લેણું બાકી છે. તેમને ચુટણી સમયે કોઇ જ સરકારી લેણુ બાકી ન હોવાનુ જણાવીને છેતરપિંડી કરી હોવાથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. તા.પં ન્યાય સમિતીના ચેરમેન દ્રારા 2-2-2019 ના 2720 રૂપિયા ભરેલ છે તેનું ચલણ મારી પાસે છે. તેમને વારંવાર આ બાબતે નોટીસ પણ આપવામાં આવેલ હતી. તેમ છતા જાણી જોઇને ગુનો કરાયો હોવાથી અને ખોટું સોગંદનામું કરવું ગુનો બને છે તેની જાણ તેમને હોવા છતા જાણી જોઇ ગુનો કર્યો હોવાથી તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરાશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code