વડગામ: જલોતરાની ગુમ થયેલી બાળકી સોશિયલ મિડીયા ઘ્વારા મળી

અટલ સમાચાર,વડગામ બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોતરા ગામે ૭ વર્ષની કિશોરી ગુમ થઇ જતા પરિવારમાં ભાગદોડ મચી ગઇ હતી. ખેતરે જતાં દરમ્યાન રસ્તો ભુલી ગયા બાદ ઘેર કે ખેતરે નહીં પહોંચતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. જોકે, સોશિયલ મિડીયા પર કિશોરીની પોસ્ટ જોઇ પરિવારે શોધી હાશકારો અનુભવ્યો હતો. જલોતરા ગામે ખેતમજુરી કરી ગુજરાન ચલાવતા ફગનાભાઇ મૂળીની ૭
 
વડગામ: જલોતરાની ગુમ થયેલી બાળકી સોશિયલ મિડીયા ઘ્વારા મળી

અટલ સમાચાર,વડગામ

બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોતરા ગામે ૭ વર્ષની કિશોરી ગુમ થઇ જતા પરિવારમાં ભાગદોડ મચી ગઇ હતી. ખેતરે જતાં દરમ્યાન રસ્તો ભુલી ગયા બાદ ઘેર કે ખેતરે નહીં પહોંચતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. જોકે, સોશિયલ મિડીયા પર કિશોરીની પોસ્ટ જોઇ પરિવારે શોધી હાશકારો અનુભવ્યો હતો.

જલોતરા ગામે ખેતમજુરી કરી ગુજરાન ચલાવતા ફગનાભાઇ મૂળીની ૭ વર્ષની કિશોરી ખેતરમાં જવાનો રસ્તો ભુલી જવાને કારણે જલોતરા બાયપાસ રોડ પરથી ધાણધા રોડ પર ચઢી ગઇ હતી. જયાં ચાલતાં-ચાલતાં જડીયાલ ગામ સુધી પહોંચી ગઇ હતી. જડીયાલ દુધમંડળીના મંત્રી હમીરભાઇ છાપીયાની નજર રડતી છોકરી પર પડતાં તેમણે કિશોરીને પુછતાં પિતાનું નામ જણાવ્યું હતુ. જેથી હમીરભાઇ છાપીયાએ જડીયાલ આજુબાજુના ગામોમાં સમાચાર મોકલ્યા હતા. જોકે, કિશોરીના પરિવારનો સંપર્ક થયો ન હતો. એવામા ફેસબુક પર આ કિશોરીની પોસ્ટ જોઇ કુંપર ગામના વાઘજીભાઇ કોરાટે જોઇ હતી. જેથી આપેલા નંબર પર ફોન કરીને સમગ્ર વિગતની માહિતી લીધી હતી. આ પછી કિશોરીને તેના પરિવાર સાથે હેમ-ખેમ પહોંચાડી દેવાઇ હતી. સોશિયલ મીડિયાના સદુપયોગથી કિશોરીનું તેના પરિવારજનો સાથે પુન:મિલન થયુ હતું.