આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,વડગામ

વડગામ તાલુકા પંચાયતની સાધારણ સભા તાલુકા પંચાયતના હોલમાં મંગળવારે યોજાઈ હતી. જેમાં 4.36 લાખની પુરાતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. પણ આ બજેટની માયાજાળમાં કોઈ ને કોઈ જ ગતાગમ પડી ન હતી. અને બધા સભ્યોએ સર્વાનુમતે મંજૂરી આપી દેતાં બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. બજેટની બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને શૌચાલયના રૂપિયા મંજુર કરવાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

વડગામ તાલુકા પંચાયતમાં મંગળવારે તાલુકા પંચાયતના બજેટ બાબતે મીટીંગ યોજાઈ હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસના તમામ ડેલીગેટો હાજર રહ્યા હતા. તાલુકા પંચાયતના બજેટ અંગેની મીટીંગ તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં વર્ષ 2019-2020નું અંદાજપત્ર તેમજ વર્ષ 2018-2019નું સુધારેલ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. હિસાબી અધિકારીએ તાલુકા પંચાયતના હિસાબો રજૂ કર્યા હતા. પરંતુ આ હિસાબોની માયા જાળમાં કોઈ પડ્યું નહોતું અને તમામ ડેલીગેટો દ્રારા સર્વાનુંમતે બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. જેમાં જુના બજેટ કરતા નવા બજેટમાં 25 લાખનો વધારો કરાયો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના અને શૌચાલયના રૂપિયા મંજુર કરવાના મુદ્દો ચર્ચામાં રહેતા આખરે તાલુકા વિકાસ અધિકારી દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના કર્મચારીઓને બોલાવીને તાલુકા પંચાયતના ડેલીગેટોને યોજનાની માહિતી આપવામાં આવી હતી.

એક સદસ્ય દ્રારા પણ લેન્ડ કમિટીના પ્લોટોની સનદો અંગે રજુઆત કરી હતી. જેમાં ટીડીઓ એ.એચ.પરમારે જણાવ્યું હતું કે,તાત્કાલિક પ્લોટ ધારકોને સનદો આપવામાં આવશે. અને બીજા તાલુકાના વિકાસ માટેના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સામાન્ય સભામાં વડગામ ટીડીઓ એ.એચ.પરમાર સહિત તાલુકા પંચાયત સ્ટાફ,અને ભાજપ કોંગ્રેસના તમામ ડેલીગેટો હાજર રહ્યા હતા. બજેટ અંગે નાયબ ટીડીઓ ચૌધરીએ જણાવેલ કે બધાની હાજરીમાં 4.36.92.424 ની પુરાંતવાળું અંદાજપત્ર સર્વનુંમતે મજુર કરવામાં આવ્યું હતુ.

તાજેતરમાં જ એલ.આર.ડી પેપર કૌભોડમાં વડગામ તા.પં.માં ભાજપમાંથી ચૂંટાયેલા સદસ્યનુ નામ ખુલવા પામ્યુ હતુ. જેમાં ભાજપ દ્રારા આ ડેલીગેટને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયો હતો. જે સદસ્ય જ તાલુકા પંચાયતના બજેટમાં ઉપસ્થિત રહેતા ચર્ચાનો વિષય બન્યો હતો. તાલુકા પંચાયતની બજેટ બેઠકમાં ડેલીગેટોમાં ગણગણાટ સાંભળવા મળ્યો હતો.
આ અંગે વડગામ ટીડીઓ એ.એચ.પરમારે જણાવ્યું હતું કે આ અંગે અમોએ બે વાર જિલ્લા પંચાયતમાં લેખિતમાં રિપોર્ટ કરવા છતા હજુ સુધી જિલ્લા પંચાયત દ્રારા સસ્પેન્ડ બાબતે કાર્યવાહી કરવામાં આવી નથી. અમોને આ અંગેની કોઈજ લેખિત જાણ કરવામાં આવી ન હોવાથી તાલુકા પંચાયત દ્વારા ડેલીગેટ ને મીટીંગ અંગેની જાણ કરવામાં આવી હતી.

20 Sep 2020, 11:16 AM (GMT)

COVID-19 Global Stats

31,024,123 Total Cases
962,060 Death Cases
22,622,373 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code