આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,વડગામ (જગદિશ શ્રીમાળી)

ગુરૂવોર વડગામની ભૂતેડી પ્રાથમિક શાળામાં તેજસ્વી તારલા સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ઇનામ વિતારણના દાતા હિતેશભાઈ જોરમલભાઈ મોદી(શાહ) અને તેમના પત્ની સંગીતાબેન હાજર રહ્યા હતા. તેમની સાથે તરુણભાઈ મોદી,પ્રવિણભાઇ શાહ,શૈલેષભાઇ શાહ તથા સરપંચ, ગામના આગેવાનો,વાલીઓ તથા બાળકો ઉપસ્થિત હતા.

બાળકોને દાતા તરફથી શિલ્ડ થતા રોકડ રકમ દરેક ધોરણમાં 2500- 2500 રૂપિયા ઇનામ તરીકે આપવામાં આવ્યા હતા. શાળાના તમામ બાળકોને નોટબુક પેન્સિલ,રબર પણ રાજુભાઇ મોદી તરફથી આપવામાં આવ્યા હતા. દાતાના આ કાર્યને ગામલોકોએ ખૂબ જ આવકાર આપ્યો હતો. આ ઉપરાંત શાળા પરિવાર તરફથી પણ હિતેશભાઈ મોદીને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા.

આ ઉપરાંત શાળામાં બની રહેલ હોલ માટે બાબુલાલ શાહ અને કમલેશભાઈ શાહના પ્રયત્નોથી પરીખ ફાઉન્ડેશન- મહિન્દ્રા બ્રધર્સ દ્વારા આપવામાં આવેલ 1,11,000 રૂપિયાના સહયોગની પણ જાહેરાત કહેવામાં આવી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code