વડગામના એદરાણામાં સમાજ દર્શન અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, વડગામ વડગામ તાલુકાના એદરાણા ગામમાં રવિવારે ગોવિંદભાઈ રાયસંગભાઇ ચૌધરી દ્વારા સમાજ દર્શન અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લાના ચૌધરી સમાજના ગેવાનો, વડીલો, યુવાનો, મહીલાઓ સહીત રાજકીય આગેવાનો તેમજ કોગ્રેસના આગેવાનો સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા. જેમાં રાજ્યસભાના સાંસદ મધુસુદન મિસ્ત્રી, પાલનપુરના ધારાસભ્ય મહેશભાઇ પટેલ, વાવના ધારાસભ્ય ગેનીબેન
 
વડગામના એદરાણામાં સમાજ દર્શન અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, વડગામ

વડગામ તાલુકાના એદરાણા ગામમાં રવિવારે ગોવિંદભાઈ રાયસંગભાઇ ચૌધરી દ્વારા સમાજ દર્શન અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લાના ચૌધરી સમાજના ગેવાનો, વડીલો, યુવાનો, મહીલાઓ સહીત રાજકીય આગેવાનો તેમજ કોગ્રેસના આગેવાનો સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા. જેમાં રાજ્યસભાના સાંસદ મધુસુદન મિસ્ત્રી, પાલનપુરના ધારાસભ્ય મહેશભાઇ પટેલ, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, વડગામના પૂર્વ ધારાસભ્ય મણીલાલ વાઘેલા, ખેરાલુના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઇ, જિલ્લા પંચાયતના પ્રમુખ પિનાબેન ઠાકોર, બ.કાં જિલ્લા કોગ્રેસના પ્રમુખ દિનેશભાઇ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. વડગામ તાલુકાના એદરાણા ગામના ગોવિંદભાઇ ચૌધરીને અને તેમના ભાઈઓ દ્વારા સમાજ દર્શન અને સ્નેહ મિલન કાર્યક્રમ રવિવારે એદરાણા ખાતે રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમનો હેતુ તેમના પિતાજી રાયસંગભાઈ રૂપાવટ અને રતનબેન આર રૂપાવટના જીવત ચર્યા નિમિત્તે સમાજ દર્શન અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દયારામ મહારાજ સહિત સાધુ-સંતો-મહંતો સહીત બનાસકાંઠા જિલ્લામાંથી ચૌધરી સમાજના આગેવાનો સહિત અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આવેલા રાજ્ય સભાના સાંસદ મધુસૂદન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે હાલમાં સમાજ અને વ્યક્તિના વિકાસ માટે જુવે એવા વ્યક્તિઓ મળતા નથી તેથી આવા સમયે સમાજ પ્રગતિ કરી શકતો નથી. સરકાર કરતા આવા સમાજ માટે કામ કરતા પોતાના સમાજના વિકાસ માટે સમાજ ના વ્યક્તિ પર વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે, સમાજનું કામ કરનાર માણસને ક્યારેય પણ અડચણ રૂપ બનવુ નહીં અને આગળ વધેલા સમાજના કોઇ પણ વ્યક્તિના લીધે સમાજનો પણ વિકાસ થાય છે
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર એદરાણા ચૌધરી પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવાયો હતો.