વડગામ તાલુકાના અહમદપુરા (મુમનવાસ) ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર,વડગામ વડગામ તાલુકાના અહમદપુરા(મુમનવાસ) ખાતે ચોથા તબકકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડગામ મામલતદાર આર.સી.ઠાકોર, વડગામ ટી.ડી.ઓ એ.એચ.પરમાર, પૂર્વ જી.પં સદસ્ય બાલકૃષ્ણ જીરાલા, ના.મામલતદાર અશોકભાઇ અટોસ, મહેશભાઇ પરમાર ,શારદાબેન સેનમા મંત્રી તાલુકા ભાજપ વડગામ, સરપંચ,તથા સામાજીક આગેવાન મુમનવાસ અસરફભાઇ માંકણેજીયા,અંધારીયા રણજીત સિહ ચાવડા,સહીતના અગ્રણીગણ હાજર રહયા હતા. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો
 
વડગામ તાલુકાના અહમદપુરા (મુમનવાસ) ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર,વડગામ

વડગામ તાલુકાના અહમદપુરા(મુમનવાસ) ખાતે ચોથા તબકકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડગામ મામલતદાર આર.સી.ઠાકોર, વડગામ ટી.ડી.ઓ એ.એચ.પરમાર, પૂર્વ જી.પં સદસ્ય બાલકૃષ્ણ જીરાલા, ના.મામલતદાર અશોકભાઇ અટોસ, મહેશભાઇ પરમાર ,શારદાબેન સેનમા મંત્રી તાલુકા ભાજપ વડગામ, સરપંચ,તથા સામાજીક આગેવાન મુમનવાસ અસરફભાઇ માંકણેજીયા,અંધારીયા રણજીત સિહ ચાવડા,સહીતના અગ્રણીગણ હાજર રહયા હતા. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. તમામ મહેમાનોનું ગામ લોકોએ ફુલહારથી સ્વાગત કર્યું હતુ. ગુજરાત સરકાર દ્રારા સેવા સેતુ કાર્યક્રમ થકી સરકાર ની તમામ યોજના ગરીબ અને વંચિતો સુધી પહોંચે તે માટે સાત ગામનો સેવા સેતુ કાર્યક્રમ માં અલગ અલગ પ્રકારની સુવિધા સાથે તાલુકાના વડા મામલતદાર, ટી.ડી.ઓ અધીકારી ગણ અને કચેરીના તમામ સ્ટાફ સાથે સવારે ૯.00 કલાકથી સાંજે પ.00 વાગ્યા સુધી લોકોના કામ માટે ખડે પગે રહિને સરકારની સુચનાથી અમલીકરણ થાય છે.