આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, વડગામ (જગદિશ શ્રીમાળી)

વડગામ તાલુકાના મગરવાડામાં આવેલા મણિભદ્રવીર મંદિર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બનાસકાંઠા જિલ્લાનો જિલ્લા અભ્યાસ વર્ગ યોજાયો હતો. જેમાં પ્રથમ વર્ગ વડગામ તાલુકામાં જિલ્લા અભ્યાસ નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બનાસકાંઠા ના ખૂણે-ખૂણેથી છાત્રશક્તિ સ્વરૂપે ૯૮ વિદ્યાર્થી પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિભાગ અધ્યક્ષ ડૉ. લક્ષ્મણભાઈ ભૂતડીયા, વિભાગ સંયોજક પ્રતિકભાઈ ઠક્કર તથા જિલ્લા સંયોજક ધવલભાઈ જોષી દ્વારા દિપ પ્રાગટ્ય કરી વર્ગ ની શરૂઆત કરવામાં આવી હતી. દ્વિ-દિવસીય અભ્યાસવર્ગ માં વિવિધ સત્રોના માધ્યમથી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ જીલ્લા સમિતિ તથા દસ શાખાઓ અનુક્રમે ડીસા, પાલનપુર, રસાણા, વડગામ, થરાદ, દિયોદર, થરા, ધાનેરા, અંબાજી, દાંતીવાડા ની કારોબારી ની ઘોષણા કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમ વર્ગની વ્યવસ્થાનું આયોજન પ્રમુખ આશિષભાઈ મેવાડા તેમજ વ્યવસ્થા સહપ્રમુખ રાકેશભાઈ ચૌધરી તેમજ સમગ્ર ABVP ટીમ વડગામે કર્યુ હતું.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code