આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, વડગામ

વનવિભાગ દ્રારા રોડની મંજુરી ન અપાય તો ઉપવાસ ઉપર બેસવાની ચિમકી

આઝાદીના દાયકાઓ બાદ પણ વડગામ તાલુકાનુ અશોકગઢ ગામ કેટલીક પ્રાથમિક સુવિધાથી વંચિત રહેવા પામ્યુ છે.  ગામને માંડ માંડ નવીન રોડ મળ્યો પરંતુ ગ્રહણ લાગ્યું છે.  રોડ અડધો બન્યા બાદ રોડની હદ વનવિભાગના હદમાં આવતા કામ અટકાવી દીધું હતું. આથી અશોકગઢ ગામના લોકો લાલઘૂમ થઈ ગયા છે. રોડનુ કામ ખોરંભે ચડતા ગ્રામજનો દ્રારા તંત્રને રજૂઆત કરી હતી.

વડગામ તાલુકાના અશોકગઢ ગામે મંજૂર થયેલ માર્ગમાં   બાંધકામ એકમે કાચુ કાપ્યું હોવાનું સામે આવ્યું છે. પોતાની હદમાં રોડ આવતા વન વિભાગે કામ અટકાવી દીધું હતું. જેથી ગ્રામજનોએ આક્રોશ સાથે રજૂઆત કરતાં ફોરેસ્ટ વિભાગે તપાસ કરી 10 દિવસમાં રિપોર્ટ આપવાનુ જણાવ્યું હતું. ગ્રામજનોએ રોડ માટેની મંજૂરી માટે કલેકટર,ડીડીઓ,ફોરેસ્ટ કચેરી અને છેલ્લે ગાંધીનગરના ધરમધક્કા ખાઇ આવ્યા છે. રોડની મંજૂરી માટે વનવિભાગના સત્તાધીશો દ્રારા આંખ આડા કાન કરાતાં હોવાનુ સમજી લોકોમાં રોષ વધી રહ્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code